અમદાવાદના રિવરફ્રન્ટ પર વિવિધ આકર્ષણ ઊભા કરાયા

અમદાવાદના રિવરફ્રન્ટ પર વિવિધ આકર્ષણ ઊભા કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં રિવરફ્રન્ટ પર સોવેનીયર શોપ જોવા મળશે.

અમદાવાદમાં બહારથી આવનાર મુલાકાતી અમદાવાદની યાદ સાથે લઈ જાય તે માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રિવરફ્રન્ટ પર સોવેનીયર શોપ શરૂ કરવામાં આવશે..

આ દુકાનમાંથી કિચન ટીશર્ટ પેન મગ વગેરે જેવી વસ્તુઓ ગ્રાહકો ખરીદી શકશે જેમાં અમદાવાદની ઝાંખી કરાવતી પ્રતિકૃતિઓ અંકિત કરેલી હશે અટલ બ્રિજ હોય કાંકરિયા હોય કે પછી રીવરફ્રન્ટ..ગાંધી આશ્રમ હોય વગેરે જેવા જાણીતા સ્થળો પર અંકિત કરેલી વસ્તુઓ અહીંથી ખરીદી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *