મુસાફરોને મોટો ઝટકો: ઇન્ડિગોએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ પર ફ્યુઅલ ચાર્જ ફરી વધાર્યો, 6 ઓક્ટોબરથી લાગુ થશે નવા દરો!

એવિએશન ટર્બાઇન ફ્યૂલ (ATF) ની કિંમતોમાં એક મહિનામાં 14 ટકાના વધારા બાદ ઈન્ડિગોએ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર ફ્યૂલ ચાર્જ વધારી દીધો છે. એરલાઇન પ્રમાણે ATF ની કિંમત છેલ્લા એક દાયકાના હાઈ લેવલ પર પહોંચી ગઈ છે અને તેનાથી ઓપરેશન ખર્ચ પર દબાવ વધ્યો છે. ઘરેલું ઉડાનોમાં હવે અંતર પ્રમાણે 375થી 1300 રૂપિયા પ્રતિ સેક્ટર સુધી ફ્યૂલ ચાર્જ આપવો પડશે. એપ્રિલમાં આ ચાર્જ 275 થી 950 રૂપિયા સુધી હતો. એરલાઇને તે પણ કહ્યું કે તે સ્થિતિ પર નજર રાખશે અને જરૂર પડવા પર યોગ્ય ફેરફાર કરશે. ઈન્ડિગો દરરોજ 2200થી વધુ ફ્લાઇટ ઓપરેટ કરે છે.
IndiGo ની ઓપરેટર કંપની ઇન્ટર ગ્લોબ એવિએશનના શેર 5 ઓક્ટોબર આજે બપોરે આશરે 2 કલાકે BSE પર 4930 રૂપિયા પર કારોબાર કરી રહ્યાં હતા, જે પાછલા બંધ ભાવથી 0.18 ટકા ઉપર હતો.
ANI ના રિપોર્ટ પ્રમાણે ઈન્ડિગોએ કહ્યું કે ઈંધણ ખર્ચમાં સતત વધારાની ભરપાઈ કરવા માટે વધારે શુલ્ક વધારવો પડતો, પરંતુ ગ્રાહકો પર ભાર ઓછો રાખવા માટે કંપનીએ સામાન્ય અને નિયંત્રિત વધારો કર્યો છે.
રોયટર્સ પ્રમાણે એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં જેટ ફ્યૂલનો હિસ્સો 40 ટકા સુધી હોય છે અને કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવથી તેના નફા પર અસર પડે છે. ઈન્ડિગોને પ્રથમ ક્વાર્ટરમાં 3.82 અબજ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપનીએ મેમાં કહ્યું હતું કે તે માર્જિનને સુરક્ષિત રાખવા માટે ફ્યૂલની કિંમતોના હેજિંગ પર વિચાર કરશે.
| ઘરેલું ઉડાન પર જૂનો અને નવો ફ્યુલ ચાર્જ | ||
|---|---|---|
| અંતર કિલોમીટરમાં | જૂનો ચાર્જ રૂપિયામાં | નવો ચાર્જ રૂપિયામાં |
| 0 થી 500 | 275 | 375 |
| 501 થી 1000 | 400 | 600 |
| 1001 થી 1500 | 600 | 900 |
| 1501 થી 2000 | 800 | 1150 |
| 2000 થી ઉપર | 950 | 113 |
આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પણ વધ્યો ચાર્જ
SAARC, 500 કિમી સુધી: ₹1,000
SAARC, 501 કિમીથી વધી: ₹3,000
દક્ષિણ-પૂર્વ એશિયા: ₹5,500
GCC અને મિડલ ઈસ્ટ: ₹5,500
ઉત્તર અને પૂર્વી એશિયા: ₹5,500
આફ્રિકા: ₹6,000
યુરોપ: ₹10,000