Delhi: CAG રિપોર્ટના લીધે દિલ્હી સદનમાં હોબાળો, આતિશી સહિત 22 ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

દિલ્હી વિધાનસભાની કાર્યવાહી આજે મંગળવારે હોબાળા સાથે શરૂ થઈ હતી. ઉપરાજ્યપાલના અભિભાષણ વચ્ચે વિપક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. સ્પીકરે વિપક્ષ નેતા આતિશી સહિત હોબાળો કરનારા તમામ ધારાસભ્યોને બહાર જવા આદેશ આપ્યો હતો. તેમજ સદનની કાર્યવાહી આજે દિવસ દરમિયાન સ્થગિત કરવામાં આવી છે.

આજે સદનમાં રજૂ થનારા CAG રિપોર્ટના કારણે વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. ભારે હોબાળાના કારણે સ્પીકરે વિપક્ષ નેતા આતિશી અને AAPના 22 ધારાસભ્યોને સદનની બહારનો રસ્તો બતાવ્યો હતો. સદનની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો ચાલુ કરતાં CAG અંગે ચર્ચા થઈ શકી ન હતી. કાર્યવાહી સ્થગિત થયા બાદ સદનની બહાર વિપક્ષ અને સરકારના ધારસભ્યોએ એક-બીજા પર આક્ષેપબાજી કરી હતી. દિલ્હી વિધાનસભામાં આજે CAG રિપોર્ટ રજૂ થવાનો હતો. આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટી પર મુખ્યમંત્રી આવાસ અને મોહલ્લા ક્લિનિક્સના રિનોવેશનમાં કથિત ગેરરીતિઓનો ઉલ્લેખ છે. CAG રિપોર્ટના કારણે દિલ્હીની ભાજપ સરકાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરવા તૈયાર છે. 

આ પણ વાંચો, Health Tips: શું મગજમાં આવે છે ખરાબ વિચારો? તો આજથી જ ફૉલો કરો આ 5 જાપાની ટિપ્સ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *