Health Tips: શું મગજમાં આવે છે ખરાબ વિચારો? તો આજથી જ ફૉલો કરો આ 5 જાપાની ટિપ્સ

એક દિવસમાં આપણી સાથે ઘણી સારી અને ખરાબ ઘટનાઓ બને છે. લોકો ઘણીવાર સારી બાબતોથી ખુશ હોય છે, પરંતુ ખરાબ બાબતો તેમને પરેશાન પણ કરે છે. હવે, એક તરફ, કેટલાક લોકો આ બંને બાબતોને ઝડપથી ભૂલીને આગળ વધી જાય છે, જયારે કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ આખો દિવસ ફક્ત આ બાબતો વિશે જ વિચારતા રહે છે. ખાસ કરીને, ખરાબ બાબતોને પકડી રાખે છે અને ચિંતા કરતા રહે છે.

જણાવી દઈએ કે આખો દિવસ કોઈ પણ વાતને લઈને વિચારતા રહેવું અને તેના વિશે વિચારીને પરેશાન થવું એ ઓવર થિન્કિંગ કહેવાય છે. ઓવર થિન્કિંગની આદત માથાના દુઃખાવાનું કારણ તો બને જ છે, સાથે માનસિક રીતે પણ નકારાત્મક અસર કરે છે. સમય જતાં, આ આદત વ્યક્તિને શારીરિક રીતે પણ પરેશાન કરવા લાગે છે. એવામાં જો કોઈ ઓવર થિન્કિંગ કરતુ હોય અને વારંવાર નકારાત્મક વિચારોના ચક્કરમાં ફસાઈ જાય છે તો તેમણે આ 5 જાપાની ટિપ્સ અપનાવવી જોઈએ.

ઇકિગાઇ (Ikigai) – ઇકિગાઇ એક જાપાની શબ્દ છે જેનો અર્થ છે ‘જીવનનો હેતુ’ અથવા ‘જીવનનો અર્થ’. જાપાની લોકો ઇકિગાઈને ખૂબ મહત્ત્વ આપે છે. આ જીવન જીવવાની એક એવી રીત છે જેમાં લોકો નિષ્ફળતા અને પસ્તાવામાંથી બહાર આવીને ખુશીથી જીવન જીવે છે. ઓવર થિન્કિંગથી બચવા માટે આ પદ્ધતિ અપનાવી શકાય છે.

શિનરીન-યોકુ (Shinrin-Yoku) – ઓવર થિન્કિંગ બંધ કરવા માટે, જાપાની લોકો શિનરીન-યોકુ પણ અપનાવે છે, આ માટે તેઓ ઝાડ-પાન વચ્ચે અથવા ગાઢ જંગલોમાં થોડો સમય વિતાવે છે. જંગલમાં ફરવાથી મન શાંત થાય છે અને તણાવ ઓછો થાય છે. આ કરવાથી ઓવર થિન્કિંગથી છુટકારો મળે છે.

કૈઝેન (Kaizen) – કૈઝેન એક જાપાની તકનીક છે જેનો અર્થ ‘સારો ફેરફાર’ અથવા ‘સુધારણા’ થાય છે. આ ટેકનિકમાં લોકો પહેલા સમસ્યાનો સ્વીકાર કરે છે અને પછી તેને ઉકેલવા માટે એક્શન પ્લાન બનાવે છે. તમે પણ આવું કંઈક કરી શકો છો. જો ખરાબ બાબતોને લઈને તણાવ હોય તો તે બાબતોને સુધારવાનો પ્રયાસ કરો.

વાબી-સાબી (Wabi-Sabi) – વાબી-સાબી પણ એક અદ્ભુત ટ્રિક છે. વાબી એટલે વસ્તુઓને જોવાની રીત અને સાબી એટલે વસ્તુઓને ટાઈમ અને સ્પેસના સંબંધમાં જોવી. તણાવ ઓછો કરવા માટે, વસ્તુઓને સમજવાનો પ્રયાસ કરો અને તેને સુધારવા માટે સમય આપો.

ઝાઝેન (Zazen) – આ બધા સિવાય, ઓવર થિન્કિંગથી બચવા માટે ઝાઝેન પણ અપનાવી શકાય છે. ઝાઝેન એટલે બેસીને ધ્યાન કરવું. આ પ્રથા વધુ પડતા વિચારવાના ચક્રમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે અને માનસિક સ્પષ્ટતાને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો,  These rules will change from 1 March : 1 માર્ચ થી બદલાઇ જશે આ નિયમો, જેની સીધી તમારા ખિસ્સાં પર થશે અસર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *