UPI-LPG થી લઇને ટ્રેન ટિકિટ સુધી, 1 માર્ચથી બદલાઇ જશે આ નિયમો

દર મહિને આર્થિક ફેરફારો થાય છે જે લોકોના માસિક ખર્ચને અસર કરે છે. માર્ચ 2026 માં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો પણ થઈ રહ્યા છે, જેમાં LPG ગેસથી લઈને સિમ કાર્ડ અને રેલ્વે ટિકિટ સુધીના દરેક નિયમોનો સમાવેશ થાય છે. આ ફેરફારો તમારા ખિસ્સા પર સીધી અસર કરી શકે છે. ચાલો જાણીએ કે આવતા મહિનાથી કયા નિયમો બદલાઈ રહ્યા છે.
દર મહિનાની શરૂઆતમાં LPG ના ભાવ બદલાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ફક્ત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે. ગયા મહિને કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં આશરે ₹49નો વધારો કર્યો હતો. આ મહિને પણ આવો જ ફેરફાર થવાની ધારણા છે.
1લી માર્ચ,2026 થી જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવાના નિયમો બદલાશે. ભારતીય રેલ્વેની જૂની યુટીએસ એપ 1લી માર્ચથી બંધ કરવામાં આવશે તેના સ્થાને નવી રેલવન એપ લાવવામાં આવશે. આ નવી એપ જનરલ ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને સ્થાનિક મુસાફરી સંબંધિત તમામ માહિતી પ્રદાન કરશે.
ડિજિટલ છેતરપિંડી અટકાવવા માટે સરકાર 1લી માર્ચથી સિમ બાઈડિંગનો નિયમ લાગુ કરી રહી છે. આ નિયમ હેઠળ WhatsApp, Telegram અને Signal જેવી એપ્સ હવે સીધી તમારા સિમ સાથે લિંક થઈ જશે. જો તમે તમારા ફોનમાંથી સિમ કાઢી નાખો છો તો આ એપ્સ તરત જ કામ કરવાનું બંધ કરી દેશે. તમે સિમ વગર આ એપ્સ ચલાવી શકશો નહીં ભલે Wi-Fi કે અન્ય કોઈ નેટવર્ક દ્વારા પણ.
1લી માર્ચથી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં સુરક્ષા વધુ મજબૂત બનવાની તૈયારીમાં છે. મોટી રકમના ઓનલાઈન ટ્રાન્સફર હવે ફક્ત UPI પિન સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ બેંકો ઉચ્ચ-મૂલ્યના વ્યવહારો માટે વધારાના બાયોમેટ્રિક્સ અથવા મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત કરશે.
દેશની મુખ્ય જાહેર ક્ષેત્રની બેંકો 1લી માર્ચ, 2026 થી લઘુત્તમ બેલેન્સની જરૂરિયાતમાં ફેરફાર લાગુ કરી રહી છે. પહેલા જો બેંક ખાતામાં એક જ દિવસમાં બેલેન્સ ઓછું થઈ જાય તો દંડ લાદવામાં આવતો હતો પરંતુ હવે સરેરાશ માસિક બેલેન્સના આધારે દંડ લાદવામાં આ
શે.
પેટ્રોલિયમ વિતરકો દર મહિનાની પહેલી તારીખે વિમાનમાં વપરાતા એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) સાથે CNG અને PNG ના ભાવમાં સુધારો કરે છે. એવી અપેક્ષા છે કે આ નિયમો પણ 1 માર્ચથી બદલાઈ શકે છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:શરૂ થઈ ગયું યુદ્ધ, ઈઝરાયલનો ઈરાન ઉપર મોટો હુમલો:તહેરાનમાં સહિત અનેક શહેરોમાં મિસાઈલથી હુમલો