Surat: સુરતમાં અનરાધાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, શાળાઓમાં રજા જાહેર

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર ઈનિંગ યથાવત જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે પણ મુશળધાર વરસાદ ખાબક્યા બાદ, આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતા શહેરભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.

આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થતા, જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આજ વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવાર પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે.

આ પણ વાંચો, શેરબજાર ખુલતાની સાથે જ તૂટી પડ્યું; સેન્સેક્સ 704 અને નિફ્ટી 173 પોઈન્ટ ઘટ્યો, આ શેરોમાં મોટો ઘટાડો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *