નિર્મલા સીતારમણ પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન, મધ્યમ વર્ગને આ મુદ્દે મોટી જાહેરાતની અપેક્ષા

  નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે.  આ વર્ષનું બજેટ ખાસ રહેવાનું છે. બજેટ 2025માં નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અનેક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.  ઈનકમ ટેક્સ, રેલવે, કૃષિ, રક્ષા ક્ષેત્રે નાણામંત્રી દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. 

સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે સરકાર 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને કરમુક્ત કરી શકે છે અને 15 લાખથી 20 લાખ રૂપિયા સુધીની આવક માટે 25% નો નવો ટેક્સ સ્લેબ લાવી શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં કેટલીક વિશેષ યોજનાઓની જાહેરાત કરી શકે છે. વર્તમાન સ્થિતિને જોતા 15-20 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે બજેટમાં ટેક્સમાં કાપની જાહેરાત કરવામાં આવી શકે છે. હાલમાં 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સ વસૂલવામાં આવે છે. વધતી મોંઘવારીને જોતા ભારત સરકાર ટેક્સ ઘટાડવાનું વિચારી શકે છે. આ ટેક્સ કટનો હેતુ મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો હોઈ શકે છે.

જૂની ટેક્સ સિસ્ટમમાં રૂ. 50 હજાર સુધીની સ્ટાન્ડર્ડ ડિડક્શન લાગુ પડે છે અને નવી ટેક્સ સિસ્ટમમાં રૂ. 75 હજાર સુધી. મધ્યમ વર્ગના લોકો મોંઘવારીથી પરેશાન છે. તેથી, આ સ્ટાન્ડર્ડ ડિડક્શનને વધુ વધારવાની માંગ છે. તેને જોતા નાણામંત્રી નિર્મલા સીતારમણ તેના વિશે વિચારી શકે છે. તેવી જ રીતે વરિષ્ઠ નાગરિકોને પણ વિશેષ રાહત આપવા અંગે વિચારણા કરી શકાય. આ માટે અનેક સ્તરે માંગ પણ કરવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક પગલાઓ પરથી એવું લાગે છે કે ભારત સરકાર વરિષ્ઠ નાગરિકો માટે કંઈક વિશેષ કરી શકે છે. જૂના શાસનમાં વરિષ્ઠ નાગરિકો માટે 2.5 લાખ રૂપિયા અને નવા શાસનમાં 3 લાખ રૂપિયા સુધીની છૂટ છે. જૂના રિઝિમ તેને 7 લાખ રૂપિયા અને નવા રિઝિમમાં 10 લાખ સુધી વધારી શકાય છે.

1 ફેબ્રુઆરીએ બજેટની રજૂ કરવાની સાથે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 8 બજેટ રજૂ કરનાર ભારતમાં પ્રથમ નાણાં પ્રધાન બનશે અને આ સાથે તેઓ પોતાના રેકોર્ડ તોડશે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *