ઈરાન સાથે યુદ્ધવિરામ ખતમ:NATO સમિટમાં ટ્રમ્પે કહ્યું- અમે ઈરાનનાં ખતરનાક લોકોને ટાર્ગેટ કર્યા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે NATO સમિટ દરમિયાન કહ્યું કે ઈરાન સાથે થયેલો યુદ્ધવિરામ કરાર (MoU) હવે સમાપ્ત થઈ ગયો છે અને હવે તેઓ ઈરાન સાથે કોઈ ડીલ કરવા માંગતા નથી. ટ્રમ્પે કહ્યું,અમે ગઈ રાત્રે ઈરાન પર જોરદાર હુમલો કર્યો. ખતરનાક લોકોને ટાર્ગેટ કર્યા. દરેક વખતે તેઓ હુમલો કરશે, અમે જવાબ આપીશું.

તેમણે કહ્યું કે અમેરિકાનો ટાર્ગેટ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવાનો છે. ટ્રમ્પે નાટો પર પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગઠબંધને “દુનિયાના સૌથી મોટા આતંક સમર્થક દેશ ઈરાન” વિરુદ્ધ અમેરિકાનો સાથ આપ્યો નથી.

આ પહેલા અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું હતું કે તેણે ઈરાનના 80થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. અમેરિકાના મતે, આ કાર્યવાહી હોર્મુઝમાં જહાજો પર થયેલા હુમલાઓના જવાબમાં કરવામાં આવી હતી.

છેલ્લા 24 કલાકના 4 મોટા અપડેટ્સ

ઈરાને હોર્મુઝમાં 3 ટેન્કરોને નિશાન બનાવ્યા: ખામેનીના અંતિમ સંસ્કાર વચ્ચે ઈરાને હોર્મુઝમાં 3 ટેન્કરોને નિશાન બનાવ્યા, જેમાં એક ટેન્કર કતરનું હતું. ઈરાને ચેતવણી આપી કે અમારી તરફથી નક્કી કરાયેલા રૂટનો ઉપયોગ ન થવા પર સુરક્ષાની ગેરંટી રહેશે નહીં.

કતરે હોર્મુઝમાં ઈરાની હુમલાઓની નિંદા કરી: કતરે હોર્મુઝમાં તેના જહાજ પરના હુમલાની નિંદા કરતા ઈરાનને કાયદેસર રીતે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યું. સાથે જ કહ્યું કે ઈરાની હુમલા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા માટે ખતરો છે.

ઈરાન બોલ્યું- ધમકીઓ વચ્ચે અમેરિકા સાથે વાતચીત નહીં: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ધમકીઓના માહોલમાં કોઈ સમજૂતી થશે નહીં. પહેલા અમેરિકાએ તેના જૂના કરારોનું સન્માન કરવું પડશે.

કોમમાં ખામેનીના જનાજામાં લાખોની ભીડ ઉમટી: તેહરાનમાં અંતિમ યાત્રા પછી સતત બીજા દિવસે કોમમાં પણ ખામેનીના જનાજામાં લાખોની ભીડ ઉમટી. ઘણા લોકોએ તાબૂત પર લાલ કપડું પણ ચઢાવ્યું, જે બદલાનું પ્રતીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *