ઓપરેશન સિંદૂરમાં ઠાર થયા લશ્કર અને જૈશના ટોપ-5 આતંકી, રક્ષા મંત્રાલયે જાહેર કર્યું લિસ્ટ

પહેલગામ હુમલા પછી, 7 મે 2025 ના રોજ ભારત દ્વારા લોન્ચ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં કરવામાં આવેલી સટીક લશ્કરી કાર્યવાહીમાં ઘણા પ્રમુખ આતંકવાદીઓ માર્યા ગયા. આ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા હતા. પાંચેય મોટા આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. રક્ષા મંત્રાલયે આનું એક લિસ્ટ બહાર પાડ્યું છે.

લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી મુદસ્સર ખડિયાન ખાસ મરકઝ તૈયબા, મુરીદકેનો પ્રમુખ હતો. પાકિસ્તાન સેના દ્વારા તેના અંતિમ સંસ્કારમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પાકિસ્તાની સેના પ્રમુખ અને પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સરકારી શાળામાં હાફિઝ અબ્દુલ રઉફના નેતૃત્વમાં નમાઝ-એ-જાનાઝા યોજાઈ. આ દરમિયાન પંજાબ પોલીસના લેફ્ટનન્ટ જનરલ અને આઈજી પણ હાજર હતા.હાફિઝ મુહમ્મદ જમીલ જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી હતો. તે મૌલાના મસૂદ અઝહરનો સાળો પણ હતો. મરકઝ સુભાન અલ્લાહ બહાવલપુરનો પ્રભારી હતો. તેણે મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં અને ભંડોળ પૂરું પાડવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

મોહમ્મદ યુસુફ અઝહર જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો આતંકી હતો. તે પણ મૌલાના મસૂદ અઝહરનો સાળો હતો. તે JM માટે હથિયારોની ટ્રેનિંગ આપતો હતો. જમ્મુ અને કાશ્મીરમાં ઘણા આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો. તે IC-814 વિમાન હાઇજેક કેસમાં પણ વોન્ટેડ હતો.

લશ્કર-એ-તૈયબાનો આતંકી ખાલિદ ઉર્ફે અબુ આકશા જમ્મુ-કાશ્મીરમાં ઘણા આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો. તે અફઘાનિસ્તાનથી હથિયારોની દાણચોરીમાં સામેલ હતો. તેના અંતિમ સંસ્કાર ફૈસલાબાદ હતા, જેમાં પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને ડેપ્યુટી કમિશનર પણ હાજર રહ્યા હતા.

જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી મોહમ્મદ હસન ખાન જૈશ-એ-મોહમ્મદના પીઓકે ઓપરેશનલ કમાન્ડર મુફ્તી અસગર ખાન કાશ્મીરીનો પુત્ર હતો. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું સંકલન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *