IND vs PAK:આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ‘મહામુકાબલો’

ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માં વિજયી શરૂઆત કરી. ટૂર્નામેન્ટની બીજી મેચમાં ભારતીય ટીમનો સામનો બાંગ્લાદેશ સામે થયો. આ મેચમાં રોહિત શર્મા એન્ડ કંપનીએ બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું. હવે તેની બીજી મેચમાં ભારતીય ટીમ આજે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે.
ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની આ મેચની બંને દેશોના ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઘણા વર્ષોથી ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમો વચ્ચે કોઈ દ્વિપક્ષીય સીરીઝ રમાઈ નથી. બંને ટીમો ફક્ત ICC ઇવેન્ટ્સમાં જ ટકરાય છે. બંને ટીમો છેલ્લી વખત 2024 ના T20 વર્લ્ડકપમાં ટકરાઈ હતી. દરમિયાન, અહીં જાણો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યારે અને ક્યાં રમાશે. આ મેચ ટીવી અને મોબાઇલ પર કેવી રીતે જોઇ શકાશે.
ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 025 ની 5મી મેચ ક્યારે રમાશે ?
ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની 5મી મેચ 23 ફેબ્રુઆરી, રવિવારના રોજ રમાશે.