China: Panic over discovery of coronavirus-like virus; ચીનમાં કોરોના જેવો વાયરસ મળતા હડકંપ, જાનવરથી માણસમાં ફેલાવવાનો ખતરો

ચીનમાં વૈજ્ઞાનિકોએ ચામાચીડિયામાં નવો કોરોના વાયરસ શોધી કાઢ્યો છે, જેનાથી દુનિયાભરમાં હડકંપ મચેલો છે. પાંચ વર્ષ પહેલા ચીનના વુહાનથી કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં ફેલાયો હતો, જેમાં લાખો લોકોના મોત થયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડ-19ને વૈશ્વિક મહામારી સુધી જાહેર કરી દીધો હતો. હાલમાં જે નવો કોરોના વાયરસ શોધાયો છે, તે પણ જાનવરોમાંથી માણસોમાં ફેલાઈ શકે છે. આ કોવિડ-19ના કારણે બનનારા વાયરસની જેમ જ માનવ રિસેપ્ટરનો ઉપયોગ કરે છે. તેવામાં સવાલ ઉઠવા લાગ્યા છે કે આ પણ શું પહેલા વાળા કોવિડ-19ની જેમ હાહાકાર મચાવશે?
નવી સ્ટડીનું નેતૃત્વ શી ઝેંગલીએ કર્યું છે. શી એક મોટા વાયરોલૉજિસ્ટ છે અને જેમને બૈટ કોરોના વાયરસ પર ઊંડા રિસર્ચ માટે ઓળખવામાં આવે છે. એટલા માટે તેમનું નામ પણ ‘બેટવુમન’ પણ રખાયું છે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અનુસાર, શી ઝેંગલીએ ગુઆંગઝોઉ લેબમાં ગુઆંગઝોઉ એકેડમી ઑફ સાઇન્સ, વુહાન ઈન્ટરનેશનલ યુનિવર્સિટી અને વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોની સાથે મળીને રિસર્ચ કર્યું છે.
શીને વુહાન સંસ્થાનમાં તેમના કામ માટે ઓળખવામાં આવે છે. વુહાનની જ કોવિડની ઉત્પત્તિનો વિવાદ કેન્દ્રમાં રહ્યો છે. એક સિદ્ધાંત એ સૂચવે છે કે કોરોના વાયરસ આ શહેરમાં એક પ્રયોગશાળામાંથી લીક થવાના કારણે ફેલાયો હતો. જો કે, વાયરસની ઉત્પત્તિ પર હજુ સુધી કોઈ સહમતિ બની નથી, પરંતુ કેટલાક રિસર્ચથી જાણી શકાયું છે કે, આ ચામાચીડિયામાં ઉત્પન્ન થયો અને એક મધ્યમવર્તી પશુના માધ્યમથી મનુષ્યોમાં ફેલાયો.
આ પણ વાંચો, વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ