Health workers’ movement: આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા

Oplus_131072

આરોગ્ય કર્મચારી છેલ્લા નવ દિવસથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યાં છે. આજે આ મામલે કેટલાક કર્મીને સરકારે ફરજ મુક્ત કર્યા છે. સરકારના આ નિર્ણયને લઇને કર્મચારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં આરોગ્ય વિભાગના 251 કર્મચારીને સરકારે છૂટ્ટા કરી દીધા છે. ઉલ્લેખનિય છે કે, સરાકરે FHW અને MPHW કર્મચારીઓને છૂટ્ટા કર્યાં છે કેટલાક કર્મીઓએ પરીક્ષાઓ પાસ ન કર હોવાથી અયોગ્ય ગણીને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય કર્મચારીઓમાં સરકારના આ નિર્ણયને આક્રોશ છે.

ઉલ્લેખનિય છે કે, 17 માર્ચથી આરોગ્ય કર્મીઓ કેટલાક પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. વણ ઉકેલાયે પ્રશ્નને લઇને આરોગ્ય કર્મચારીએ સરકાર સામે બાયો ચડાવી છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે એલાન કર્યું હતુ કે, 17મી થી આરોગ્ય કર્મચારી બે મુદતે હડતાલ પાડશે. ઉલ્લેખનિય છે કે, વિધાનસભા સત્ર વખતે જ હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે સરકારની ચિંતામાં પણ વધારો થયો હતો. આજે નવ દિવસ થઈ ગયા છે તેમ છતાં પણ આરોગ્ય કર્મચારીની માંગો સ્વીકારવામાં આવી નથી. તેમની મુખ્ય માંગ ગ્રેડપેથી માંડીને ખાતાકીય પરીક્ષા રદ કરવાની છે, નવ દિવસના આંદોલન બાદ પણ કોઇ પરિણામ ન આવતા કર્મીઓમાં રોષ છે.

આ પણ વાંચો, Gandhinagar: વિક્રમ ઠાકોરના દર્દ બાદ ફિલ્મી કલાકારોને ગૃહમાં અપાયું આમંત્રણ, હિતુ કનોડિયાને સોંપાઈ જવાબદારી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *