Horoscope: વેપારમાં સાવધાની રાખવી, આ રાશિના જાતકોએ જોખમી કામોથી દૂર રહેવું, જુઓ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધર્મ કર્મમાં રુચિ વધે, પડવા વાગવામાં સાવધાની રાખવી, લે વેચના કાર્યોમાં લાભ થશે, ભાઈભાંડુમાં મતભેદ જણાશે.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહમાં વૃદ્ધિ થશે, પડકારોનો સામનો કરશો, દેવામાં રાહત અનુભવશો, ભાર હળવો થતા આનંદ અનુભવશો
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રોનો સહયોગ મળે, સકારાત્મક વિચારોથી લાભ મળે, કાર્ય ક્ષેત્રમાં અનુકૂળતા જણાય, આર્થિક લાભ રૂપે વાહન ખરીદી શકો.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહે, સમસ્યાઓમાં સમાધાન મળશે, નોકરિયાતને પ્રયત્નથી લાભ થાય, ધંધામાં ધીમો સુધારો જોવા મળે.
સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સેવાકીય પ્રયત્નમાં સફળતા મળે, શત્રુપક્ષ સામે વિજય પ્રાપ્ત થાય, નોકરીમાં ઈચ્છિત સ્થળાંતર થાય, મન વાંછિત ફળ પ્રાપ્ત થાય.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના નવા અવસરો મળે, વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય, વેપારમાં નવા સંબંધોથી લાભ, સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી પ્રવાસ રોકાણ માટે સારો સમય છે, રોજગારી માટે નવી તકો મળે, જોખમી કામોથી દૂર રહેવું, રોકાયેલા કામો આગળ વધે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિવાદિત કાર્યોમાં કલેશ થાય, જોખમવાળા કામ નુકસાન કરાવે, જીવનસાથી સાથે મતભેદ જણાય, વેપારમાં સાવધાનીથી કામ કરવુ
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપતિને લગતા કાર્યોમાં સફળતા મળે, રોજગારીમાં નવી તકો મળે, પરિવારમાં આનંદ વધે, લેવડ દેવડમાં સાચવવું.
મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન પ્રાપ્તિમાં અનુકૂળતા જણાય, કર્જ લેવામાં સાવધાની રાખવી, કાનૂની વિવાદોમાં સફળતા મળે, તબિયત બાબતે સંભાળવું.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંગત ફેરમાં સાવધાની રાખવી, વાહન મશીનરીમાં સાચવવું, ધંધાકીય બાબતોમાં લાભ થશે, સંતાનોના પ્રેમમાં વૃદ્ધિ થશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા જણાશે, વ્યવસાયમાં મધ્યમ સફળતા મળે, આળસ પ્રમાદથી દૂર રહેવુ, નવા સંબંધોથી લાભ થશે.
આ પણ વાંચો, આજે સોમવાર, જાણો કેવો રહેશે 12 રાશિના જાતકોનો આજનો દિવસ