રોકાણમાં લાભ, સંતાનથી સુખ…, કઇ રાશિના જાતક માટે કેવું રહેશે 23 માર્ચનું રાશિ ભવિષ્ય

 મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને આજે કામકાજમાં સફળતા મળે, કૌટુંબિક ક્ષેત્રે પ્રગતિ જણાય, વાદવિવાદમાં કાળજી રાખવી જરૂરી સાથે સંતાનની પ્રગતિ જણાય.

વૃષભ (બ.વ.ઉ.)

વૃષભ રાશિના જાતકોએ આજે શેર બજારમાં ખાસ સાચવવું , સંયુક્ત મિલકતનાં કાર્યો અટવાય, નવા પ્રલોભનોથી દૂર રહેવું અને આવકને ધ્યાનમાં રાખી ખર્ચ કરવો.

મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકોને આજે જૂના પ્રશ્નોને ઉકેલવા તક મળે, વડીલ વર્ગ દ્વારા સારા આશીર્વાદ મળે, આવકનાં નવા સાધન મળે અને કામમાં ફાયદો થાય.

કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને અધિકારી વર્ગથી મદદ મળે, પરદેશનાં કામકાજમાં લાભ જણાય, આજે મૂડી રોકાણ માટે અનુકૂળ સમય છે અને કાનૂની કામકાજમાં કાળજી રાખવી.

 સિંહ (મ.ટ.)

સિંહ રાશિના જાતકો માટે આજે સંપત્તિનાં કામમાં અવરોધ રહે, મશીનરી વાહનમાં લાભ થાય, સામાજિક ક્ષેત્રે માન વધે, સંતાન બાબતે સારું વિચારી શકાય.

કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને મોડી રાતનાં ઉજાગરા નુકસાન કરાવે, આજે રોકાણ માટે સમય મધ્યમ છે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત વધારવી પડે, પરદેશ રહેતા સંતાનથી સુખ મળે.

 તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને નોકરી ધંધામાં લાભ થાય, આર્થિક બાબતે સારું કામ થાય, પિતરાઈ ભાઈઓથી સહકાર મળે અને આત્મવિશ્વાસમાં વધારો થાય. 

વૃશ્ચિક (ન.ય.)

વૃશ્ચિક રાશિના જાતકોને આજે જૂની ઉઘરાણીમાં સફળતા મળશે, શેર બજારથી લાભ થશે સાથે કામકાજમાં નવી તકો મળે પણ પરિવારમાં તણાવ અને અશાંતિ જણાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકો માટે આજે નોકરી ધંધામાં પરિવર્તન આવે, વ્યવસાયમાં નવી તકો મળે પરંતુ હરીફ વર્ગથી સાચવીને કામ કરવું. આજે ભાગ્યોદય માટે ઉત્તમ સમય.

 મકર (ખ.જ.)

મકર રાશિના જાતકોને પરદેશ વસતા સ્વજનોથી લાભ થાય, મોસાળ પક્ષ તરફથી માન મળે, અટવાયેલા કામકાજમાં રાહત થાય, વાદવિવાદથી સાચવવું

 કુંભ (ગ.સ.ષ.શ.)

કુંભ રાશિના જાતકોએ આજે આરોગ્ય બાબતે કાળજી રાખવી જરૂરી, ધંધામાં વડીલોની સલાહ લેવી. આજે મહેનતનાં પ્રમાણમાં સારુ ફળ મળે અને સંતાન સાથે વૈચારિક રહેશે

 મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને આજે પરિવારમાં વિવાદથી સાચવવું, નોકરિયાત બહેનોની પ્રગતિ થાય, આજે નાના મોટા રોકાણમાં લાભ થાય અને જમીન લે-વેચનાં કામમાં લાભ મળે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: વિશ્વ ખિતાબથી નવાજાયેલી ગૌરવમય મહિલા ડૉ. કૌશલ્યા દેસાઈને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *