તાલાળામાં નારિયેળ ભરેલો છકડો આઈસરને ટકરાયો, કાકા-ભત્રીજા સહિત 3ના મોત

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા સુરવાર-માધુપુર વચ્ચે બપોરના સુમારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઘાયલોને સારવાર અર્થે ઈમરજન્સી 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ મૃતકોની ઓળખવિધિ હાથ ધરતા કિશોરભાઈ, પ્રભુદાસભાઈ અને દિક્ષિતભાઈ વડોદરિયા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકોમાં કાકા-ભત્રીજાએ પણ જીવ ગુમાવ્યો હોવાની તપાસમાં સામે આવ્યું છે.

અકસ્માત થયો હોવાની જાણ તાલાલા પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થવા પામ્યો હતો. પોલીસે તાત્કાલીક ધોરણે ટ્રાફિક જામ દૂર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *