Delhi: 31 માર્ચ પછી પેટ્રોલ પંપ પર આ વાહનોને નહીં મળે પેટ્રોલ, પ્રદૂષણ રોકવા સરકારે લીધો મોટો નિર્ણય

દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનોને લઇને દિલ્હી સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે આવા વાહનોને હવે પેટ્રોલ પંપ પર તેલ આપવાની વાત કરી નથી. દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, દિલ્હીમાં 31 માર્ચ બાદ પેટ્રોલ પંપ પર 15 વર્ષથી જૂના વાહનોને પેટ્રોલ નહીં આપવામાં આવે. દિલ્હીમાં પ્રદૂષણ રોકવા માટે પહેલા જ 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર રોક લાગેલી છે.

પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હીમાં કેટલીક મોટી હોટલ છે, કેટલાક મોટા ઓફિસ કોમ્પલેક્સ છે, દિલ્હી એરપોર્ટ છે, મોટી કંસ્ટ્રક્શન સાઇટ્સ છે. અમે તેના માટે એન્ટી સ્મૉગ ગન જરૂરી કરવા જઇ રહ્યાં છીએ જેથી પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય. અમે દિલ્હીની તમામ ઉંચી બિલ્ડિંગો માટે સ્મૉગ ગન લગાવવી જરૂરી છે. અમે દિલ્હીની તમામ હોટલો માટે સ્મૉગ ગન જરૂરી બનાવવા જઇ રહ્યાં છીએ.

ક્લાઉડ સીડિંગની પરવાનગી લઇશું

સિરસાએ કહ્યું કે આ રીતે અમે તમામ કોમર્શિયલ કોમ્પલેક્સ માટે તેને જરૂરી કરવા જઇ રહ્યાં છીએ. સિરસાએ કહ્યું કે અમે આજે નિર્ણય લીધો છે કે ક્લાઉડ સીડિંગ માટે અમારે જે પણ પરવાનગી જોઇએ, અમે લઇશુ અને અમે આ સુનિશ્ચિત કરીશું કે જ્યારે દિલ્હીમાં ગંભીર પ્રદૂષણ થાય તો ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ કરાવી શકાય અને પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય.

આ પણ વાંચો, Bomb blast in Pakistan: પાકિસ્તાનમાં જામિયા હક્કાનીયા મદરેસામાં સુસાઇડ એટેક,તાલિબાનના સ્થાપક મૌલાના હક્કાનીના પુત્રની હત્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *