Bomb blast in Pakistan: પાકિસ્તાનમાં જામિયા હક્કાનીયા મદરેસામાં સુસાઇડ એટેક,તાલિબાનના સ્થાપક મૌલાના હક્કાનીના પુત્રની હત્યા

પાકિસ્તાનના જામિયા હક્કાનીયા મદરેસામાં બોમ્બ વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અકોરા ખટ્ટક જિલ્લામાં થયો હતો. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

આ ઘટના બાદ પેશાવરની તમામ મોટી હોસ્પિટલોમાં કટોકટી લાગુ કરવામાં આવી છે. સમા ટીવીના અહેવાલ મુજબ, પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે તે એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હતો. ખૈબર પખ્તુનખ્વાના આઈજીના જણાવ્યા અનુસાર, આ હુમલો મૌલાના હમીદુલ હક હક્કાનીને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેનું મોત થયું છે. હક્કાની તાલિબાનના ગોડફાધર મૌલાના હમીદુલ હક્કાનીનો પુત્ર છે મૌલાના સમીઉલ હક હક્કાની તાલિબાનના ગોડફાધરનો મોટો પુત્ર છે. સમીઉલ હકે તાલિબાનની સ્થાપના કરી હતી અને મુલ્લા ઓમર સહિત ઘણા તાલિબાન નેતાઓને તાલીમ આપી હતી. મૌલાના સમીઉલ હક્કાનીની 2018માં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી હતી.

જામિયા હક્કાનીયા મદરેસા પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ મદરેસાના વિદ્યાર્થીઓ પર પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યામાં સંડોવણીનો આરોપ છે. જોકે, મદરેસાએ હુમલાખોરો સાથે કોઈપણ પ્રકારના સંબંધો હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો, Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન, છતાં આઇસીસી આપશે આટલા કરોડનું ઇનામ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *