Weather update: કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, ગુજરાતમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ

ગુજરાતમાં હજુ સુધી સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઇ નથી પરંતુ, આ બધાની વચ્ચે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને આગાહીકારો દ્વારા કરવામાં આવી રહી છે. આગામી સાત દિવસ માટે ગુજરાતમાં તોફાની વરસાદ ખાબકશે. ભારે પવનો ફૂંકાશે અને ધોધમાર વરસાદ વરસી શકે છે. આગાહી પ્રણાણે, આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ થી ભારે વરસાદ વરસશે. 12 જૂન સુધી દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ હોવાના કારણે પવન પણ ફૂંકાશે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ ખાબકશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 11 થી 12 જૂન વચ્ચે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે, જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, વલસાદ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 13 જૂને રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. આ તારીખે ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર, દાહોદ, નવસારી, ડાંગ, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 15 જૂન પછી વરસાદની સિસ્ટમ આગળ વધી શકે છે. કારણ કે 12 જૂને આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કાંઠે એક સિસ્ટમ ડેવલપ થવાથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે. આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચતાં મુંબઈ પાસે અટકેલું ચોમાસું ફરી સક્રિય થઈ 15 જૂનની આસપાસ આગળ વધશે, જેની અસરોથી 16, 17 જૂનની આસપાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો સુધી ચોમાસું બેસી શકે છે. 17 જૂનની આસપાસ વધુ એક અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ચોમાસું એક્ટિવ થઈ શકે છે અને 22 જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે. ત્યાર બાદ 30 જુન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો, CORONA: ‘કોરોનાના લક્ષણો હોય તો…’, વધતા કેસ વચ્ચે રથયાત્રાને લઇ આરોગ્યમંત્રીની જનતાને અપીલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *