રાજ્યના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષો બેનર ધરાશાયી

રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વેધરની પેર્ટન ચેન્જ થતાં અનેક જગ્યા વંટોળ તો અનેક સ્થળોએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ગત રાત્રે અમદાવાદમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવનના કારણે અનેક જગ્યાં વૃક્ષો ધરાશાયી થયા. અમદાવાદ સહિત આ શહેરમાં રાત્રે મીની વાવાઝડો ત્રાટક્યું , ભારે પવન સાથે વરસાદ વરસ્યો વૃક્ષો બેનર ધરાશાયી થયા. મંગળવારે મોડી રાતે અમદાવાદ શહેરમાં બોપલ, ઘુમા માવઠું થયું. બોડકદેવ અને એસજી હાઈવે પરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો ..ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદે રાહદારીઓ અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો કર્યો. અમદાવાદની સાંજ તોફાની બની હતી.

ભારે પવનના કારણે પ્રહલાદનગર અને જજીસ બંગલો વિસ્તારમાં વૃક્ષ અને બેનર ધરાશાયી થયા હતા .. અનેક જગ્યાએ વાહનોને પણ નુકસાન થયાના અહેવાલ છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. . એસ.જી.હાઈ-વે, જીવરાજ પાર્ક, વેજલપુર, જુહાપુરા સહિતના વિસ્તારમાં ભારે પવનને તબાહી સર્જી, બેનર અને વૃક્ષો ધરાશાયી થયાં. અમદાવાદમાં કમોસમી વરસાદમાં જ ભુવા પડતાં લોકોની પરેશાની વધી હતી… વટવામાં બાઈક સાથે ભુવામાં યુવક પડતાં . ફાયરબ્રિગેડે યુવકને રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી. .. ઈજાગ્રસ્ત યુવકને LG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે.

રાજ્યના પાટનગરમાં પણ વરસાદ પડ્યો. ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે. ઉનાળાની સીઝનમાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રસ્તા પર વરસાદી પાણીથી જળમગ્ન થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *