આજે શનિવારે પણ ખુલશે શેરબજાર, શું તમે શેર વેચી કે ખરીદી શકશો? જાણો

ભારતીય શેરબજાર આમ તો સામાન્ય રીતે શનિવાર અને રવિવારે બંધ રહે છે, પરંતુ આજે શનિવારે એટલે કે આજે 14 માર્ચ, 2026ના રોજ બજારમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. આનું કારણ છે એક મોક ટ્રેડિંગ સેશન (Mock Trading Session), જે BSE અને NSE દ્વારા યોજવામાં આવી રહ્યું છે. BSE અને NSEએ આ અંગે અલગ-અલગ સર્ક્યુલર પણ જાહેર કર્યા છે. આ મોક ટ્રેડિંગ સેશન પ્રાઇમરી સાઇટ (PR) અને ડિઝાસ્ટર રિકવરી સાઇટ (DR) બંને પર યોજાશે. આનો મુખ્ય હેતુ ટ્રેડિંગ સિસ્ટમની ટેસ્ટિંગ કરવાનો છે, જેથી કોઈપણ ટેક્નિકલ સમસ્યા આવે તો પણ બજાર સરળતાથી ચાલી શકે.

આ મોક ટ્રેડિંગ સેશન માત્ર ટેસ્ટિંગ અને જાણકારી મેળવવાના હેતુથી યોજાઈ રહ્યું છે. આ મોક ટ્રેડિંગથી થતાં ટ્રેડ પર માર્જિનની કોઈ જવાબદારી, પે-ઇન કે પે-આઉટનું કોઈ બંધન લાગુ પડશે નહીં. ન તો આનાથી કોઈ કાનૂની અધિકાર કે જવાબદારી ઉભી થશે. બ્રોકર્સ અને ટ્રેડિંગ મેમ્બર્સ આ તકનો લાભ લઈ શકે છે. તેઓ મોક ટ્રેડિંગ સેશન દરમિયાન પોત-પોતાની ટ્રેડિંગ એપ્લિકેશનને અલગ-અલગ ફંક્શનાલિટીઝ માટે ટેસ્ટ કરી શકે છે, જેમ કે રિસ્ક-રિડક્શન મોડ, ટ્રેડિંગ હોલ્ટ વગેરે.

ઇક્વિટી સેગમેન્ટ: લોગિન સવારે 9:15થી 9:45 વાગ્યા સુધી. પ્રાઇમરી સાઇટ પર ટ્રેડિંગ 10:15થી બપોરે 1 વાગ્યા સુધી. ત્યારબાદ DR સાઇટ પર સ્વિચ (1થી 1:45) અને ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ટ્રેડિંગ બપોરે 2થી સાંજે 4 વાગ્યા સુધી થશે. જ્યારે ક્લોઝિંગ 4થી 4:10 વાગ્યાની વચ્ચે થશે.


ઇક્વિટી ડેરિવટિવ્સ અને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ: લોગિન સવારે 9:15થી 10 વાગ્યા સુધી કરી શકાશે. પ્રાઇમરી સાઈટ પર ટ્રેડિંગ 10:15થી 1 વાગ્યા સુધી થઈ શકશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી 1:45 વાગ્યા સુધી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર સ્વિચ કરી શકાશે. ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ટ્રેડિંગ બપોરે 2થી 4 વાગ્યા સુધી ચાલું રહેશે.

કમોડિટી અને કરન્સી ડેરિવેટિવ્સ: મોક ટ્રેડિંગ સેશન હેઠળ લોગિન સવારે 9:15થી 10 વાગ્યા સુધી કરી શકાશે. જ્યારે પ્રાઇમરી સાઈટ પર ટ્રેડિંગ બપોરે 1 વાગ્યા સુધી થઈ શકશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી 1:45 વાગ્યા સુધી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર સ્વિચ કરી શકાશે. ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ટ્રેડિંગ સાંજે 4 વાગ્યા સુધી યથાવત રહેશે.

– કેપિટલ માર્કેટ (ઇક્વિટી): પ્રાઇમરી સાઇટ પર બ્લોક ડીલ વિન્ડો સવારે 8:45થી 9:00, પ્રી-ઓપન 9:00થી 9:08, નોર્મલ ટ્રેડિંગ 9:15થી 12:15. DR સાઇટ પર પ્રી-ઓપન 1:00થી 1:08, ટ્રેડિંગ 1:15થી 3:15, ક્લોઝિંગ સેશન બપોરે 3:25થી 3:35.
– કરન્સી ડેરિવેટિવ્સ: પ્રાઇમરી પર સવારે 9:00થી 12:15, DR પર 1:00થી 2:00.
– કમોડિટી ડેરિવેટિવ્સ: પ્રાઇમરી પર સવારે 9:00થી બપોરના 12:15, DR પર 1:00થી 1:45.
– ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ: પ્રાઇમરી પર સવારે 9:15થી 12:15, DR પર 1:15થી 3:15.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:http://વૃષભ સહિત આ રાશિને મળશે બિઝનેસથી લાભ, જાણો 12 રાશિનું રાશિફળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *