ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે જાણી શકશો પરિણામ?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 બોર્ડનું 83.86 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 1.30% પરિણામ વધારે આવ્યું છે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ જોઈ શકાય છે. તે સિવાય વ્હોટસએપ નંબર પરથી પણ પરિણામ જોઈ શકાય છે. રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી હતી, જેઓ હવે ઓનલાઈન માધ્યમથી પોતાનું પરિણામ જોઈ શકશે.
સત્તાવાર વેબસાઈટ: બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જઈને પોતાનો બેઠક નંબર (Seat Number) એન્ટર કરવાથી માર્કશીટ જોઈ શકાશે.
WhatsApp સુવિધા: જો વેબસાઈટ પર લોડ વધુ હોય તો વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલથી WhatsApp નંબર 6357300971 પર માત્ર પોતાનો બેઠક નંબર મોકલીને પણ તરત જ પરિણામ મેળવી શકશે.
નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10 SSC પરીક્ષાના પરિણામમાં આ વર્ષે કુલ 83.86% વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરતાં 88.28% પરિણામ સાથે વિદ્યાર્થીઓ કરતાં આગળ રહી છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે.
જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42 ટકા આવ્યું છે. કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રે 100 ટકા પરિણામ મેળવી ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું પરિણામ 33.74 ટકા સાથે સૌથી છેલ્લે રહ્યું છે. આ પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. રાજ્યમાં 1,697 શાળાઓએ 100 ટકા પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે. માધ્યમ મુજબ અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67 ટકા નોંધાયું છે. નાપાસ વિદ્યાર્થીઓ માટે જૂન-2026માં પૂરક પરીક્ષા યોજાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 10 (SSC) ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કર્યા પછી, વિદ્યાર્થીઓએ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે.