ઉઘડતી નિશાળે જ મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન ભાડામાં કરાયો મોટો વધારો, જાણો કેટલો

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ શહેરના વાલીઓ પર વધુ એક આર્થિક બોજ આવ્યો છે. સ્કૂલ વાન અને ઓટો રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવતા વાલીઓની ચિંતા વધી છે.

મળતી માહિતી મુજબ, ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને સ્કૂલ વાહન સંચાલકોના સંગઠન દ્વારા ભાડામાં સુધારો કરવામાં આવ્યો છે. નવા દરો મુજબ ઓટો રિક્ષાના ભાડામાં પ્રતિ વિદ્યાર્થી રૂ. 100નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે સ્કૂલ વાનના ભાડામાં રૂ. 200નો વધારો કરવામાં આવ્યો છે.

અગાઉ 1 કિલોમીટર સુધીના અંતર માટે સ્કૂલ રિક્ષાનું માસિક ભાડું રૂ. 750 લેવામાં આવતું હતું, જે હવે વધારીને રૂ. 850 કરવામાં આવ્યું છે. તે જ રીતે, સ્કૂલ વાન માટે 1 કિલોમીટર સુધીનું ભાડું અગાઉ રૂ. 1200 હતું, જે હવે વધારીને રૂ. 1400 કરવામાં આવ્યું છે.

વાહન સંચાલકોનું કહેવું છે કે સીએનજી, મેન્ટેનન્સ અને અન્ય ઓપરેશનલ ખર્ચમાં સતત વધારો થતાં ભાડામાં વધારો કરવો અનિવાર્ય બન્યો હતો. બીજી તરફ, વાલીઓએ આ નિર્ણયને કારણે ઘરેલુ બજેટ પર વધારાનો ભાર પડવાનો હોવાનું જણાવ્યું છે.સ્કૂલો શરૂ થતાં જ શિક્ષણ ફી, પુસ્તકો, યુનિફોર્મ અને અન્ય ખર્ચ વચ્ચે હવે વાહન ભાડામાં થયેલા વધારાએ વાલીઓની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://કોર્ટ કચેરીના વિવાદિત કામથી અંતર રાખવું, આ રાશિના જાતકોના પરિવારમાં શાંતિ જણાય, જુઓ આજનું રાશિફળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *