યુદ્ધનો સૌથી દુખદાયી મંજર, ઈરાનની સડકો પર એકી સાથે નીકળી 165 વિદ્યાર્થીઓની અંતિમ યાત્રા

ઈરાનના દક્ષિણ પ્રાંત હોર્મોઝગનના મીનાબમાં 28 ફેબ્રુઆરીના એક શાળા પર હુમલો થયો હતો, જેમાં 165 છોકરીઓના મોત થયા હતા. આજે આ છોકરીઓ માટે એક સામૂહિક અંતિમ સંસ્કાર યાત્રા કાઢવામાં આવી હતી અને તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાનને નેસ્ત નાબુદ કરી દીધુ છે. ઈરાન તેના જવાબમાં કડક કાર્યવાહી કરી રહ્યું છે. જોકે આ ચાર દિવસના યુદ્ધનું સૌથી કાળું પાસું ઈરાનના મીનાબમાં એક શાળા પર હુમલો હતો, જેમાં 160 થી વધુ શાળાની છોકરીઓના મોત થયા છે. આજે આ છોકરીઓ માટે જનાજાની નમાઝ અદા કરવામાં આવી હતી અને તેમને દફનાવવામાં આવ્યા હતા.જ્યારે ઈરાનમાં આજે આ છોકરીઓના શબપેટીઓ એકસાથે ગોઠવવામાં આવી હતી, ત્યારે આખું શહેર શોકમાં ડૂબી ગયું હતું. હજારો લોકો જનાજાની નમાઝ માટે ભેગા થયા હતા. મીનાબ શહેરમાં જ એક સામૂહિક જનાજાની નમાઝ અદા કરવામાં આવી હતી. શહેરના મુખ્ય ચોક અને આસપાસની મસ્જિદોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
આ દરમિયાન આ છોકરીઓના એક સાથે જનાજા નીકળ્યા. ત્યારબાદ છોકરીઓની અંતિમ જનાજાની નમાઝ અદા કરવામાં આવી હતી અને તેમના મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતા. સ્થાનિકો અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ જોડાયા હતા.
28 ફેબ્રુઆરીના ઈરાનના દક્ષિણ પ્રાંત હોર્મોઝગનના મીનાબમાં એક શાળા પર હુમલો થયો હતો, જેમાં 165 છોકરીઓના મોત થયા હતા. આજે છોકરીઓની અંતિમયાત્રા એકસાથે કાઢવામાં આવી હતી અને તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
શાળા કેમ્પસ પર થયેલા હુમલામાં ઇમારતનો મોટો ભાગ નુકસાન પામ્યો હતો. બચાવ ટીમોએ કાટમાળ સાફ કરવામાં કલાકો ગાળ્યા હતા. રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થયા પછી મૃત્યુઆંક 165 હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી મોટાભાગની પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ હતી.જનાજાના દિવસે મીનાબ શહેરમાં બજારો બંધ રહ્યા હતા. શોક વ્યક્ત કરનારાઓએ પોતાનો વિરોધ નોંધાવવા માટે કાળી પટ્ટી પહેરી હતી. ઘણી જગ્યાએ શાંતિ કૂચ યોજાઈ હતી. મસ્જિદોમાં ખાસ દુઆઓ કરવામાં આવી હતી.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:ફ્રાંસથી જેટ, ઈઝરાયેલથી ડ્રોન અને રશિયાથી મિસાઈલો ખરીદશે, પાકિસ્તાનને લાગ્યો યુદ્ધનો ડર