મધ્યમવર્ગને હવે GSTમાંથી રાહત મળશે!:સરકાર મોટા ફેરફારની તૈયારીમાં, 12% સ્લેબ સમાપ્ત થઈ શકે છે

કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને વધુ એક મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના દરોમાં ટૂંક સમયમાં ભારે ઘટાડો થઈ શકે છે, જેના કારણે સામાન્ય માણસની રોજિંદી વસ્તુઓ સસ્તી થશે. સરકાર મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં સામાન્ય રીતે વપરાતી અને હાલમાં 12% GST લાગતી વસ્તુઓ પર GST ઘટાડવાનું ગંભીરતાથી વિચારી રહી છે.

સરકાર GST પર મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે અને આ અંતર્ગત 12% GST સ્લેબ હેઠળ આવતા મોટા ભાગના માલ-સામાનને 5% કેટેગરીમાં લાવી શકાય છે. સરકાર 12 ટકા GST યાદીમાં રહેલી મોટા ભાગની વસ્તુઓને 5 ટકાના સ્લેબમાં લાવવા અથવા 12 ટકાના સ્લેબને જ નાબૂદ કરવા પર વિચારી રહી છે.

સરકાર બે મુખ્ય વિકલ્પ પર વિચાર કરી રહી છે. પહેલો – 12% GST સ્લેબમાં રાખવામાં આવેલા મોટા ભાગના માલ-સામાનને 5% સ્લેબમાં ટ્રાન્સફર કરવાનો. બીજો -12% સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો.સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આવા માલ પર GSTમાં રાહત આપી શકે છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ખાસ કરીને મધ્યમવર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં થાય છે અને જે 12% GST ટેક્સ સ્લેબ હેઠળ આવે છે. સરકાર હવે વિચારી રહી છે કે આમાંની મોટા ભાગની ચીજોને 5% ટેક્સ સ્લેબમાં ટ્રાન્સફર કરી શકાય છે અથવા એના પર લાદવામાં આવેલા 12% સ્લેબને નાબૂદ કરી શકાય છે. એ નોંધનીય છે કે રોજિંદા જીવનમાં વપરાતી મોટા ભાગની ચીજો આ સ્લેબમાં આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર એવા માલ-સામાન પર GSTમાં રાહત આપી શકે છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ખાસ કરીને મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં થાય છે અને 12 ટકા GST ટેક્સ સ્લેબ હેઠળ આવે છે.

સરકાર હવે વિચારી રહી છે કે આમાંની મોટા ભાગની ચીજોને 5% ટેક્સ સ્લેબમાં ટ્રાન્સફર કરી શકાય છે અથવા એના પર લાદવામાં આવેલા 12% સ્લેબને નાબૂદ કરી શકાય છે. એ નોંધનીય છે કે રોજિંદા જીવનમાં વપરાતી મોટા ભાગની ચીજો આ સ્લેબમાં આવે છે.

GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દેશભરમાં એક ટેક્સ સિસ્ટમ તરીકે લાવવામાં આવી હતી, જેથી વિવિધ કરને એકસાથે જોડી શકાય, પરંતુ હવે 8 વર્ષ પછી સરકાર બીજો એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે, જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થઈ શકે છે. સરકાર હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. 12% ટેક્સ સ્લેબ દૂર કરવાની અને ઘણી વસ્તુઓને 5% ટેક્સ સ્લેબ હેઠળ લાવવાની યોજના છે. આનાથી જૂતા, ચંપલ, મીઠાઈઓ, કેટલાંક કપડાં અને ડેરી પ્રોડક્ટ્સ જેવી ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *