ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થશે: સાંજે 6 વાગ્યા પછી રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનો જાહેર પ્રચાર આજે સાંજે વિધિવત રીતે શાંત થઈ જશે. ચૂંટણી પંચના નિયમ મુજબ, મતદાનના 48 કલાક પહેલા લાઉડસ્પીકર, રેલીઓ અને જાહેર સભાઓ પર પ્રતિબંધ લાગુ થતા હવે રાજકીય પક્ષો ડોર-ટુ-ડોર સંપર્ક અને ખાટલા બેઠકો દ્વારા મતદારોને રીઝવવા પર ભાર મૂકશે.

પ્રચારના પડઘમ શાંત થતા જ નેતાઓ હવે ગુપ્ત વ્યૂહરચના અને વ્યક્તિગત સંપર્ક તેજ કરશે. બીજી તરફ, વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે; જિલ્લા ચૂંટણી અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી સંવેદનશીલ મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

ઈવીએમ મશીનોને મતદાન મથકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આચારસંહિતાના ચુસ્ત પાલન માટે ફ્લાઈંગ સ્ક્વોડ સતત કાર્યરત રહેશે.

સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નાઈની સ્ટેલા મેરિસ સ્કૂલ ખાતે પોતાનો કિંમતી વોટ આપ્યો.-https://www.instagram.com/reel/DXgdaM4jdjG/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:અમદાવાદમાં 25 એપ્રિલથી 1 મે સવારના 8:30 વાગ્યા સુધી ભારત હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા યલો એલર્ટ અપાયુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *