ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર કરેલા આરોપોને કલેકટરે પણ નકાર્યા: Manoj Sorathia

Manoj Sorathia

Manoj Sorathia News: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ એક વિડીયોના માધ્યમથી ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભરૂચનાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર 75 લાખ રૂપિયા માંગવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું હતું કે કલેક્ટરે પૈસા માગ્યા હતા. ત્યારબાદ કલેકટરે એવું કહ્યું છે કે “ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા માંગ્યા નથી.” જે ભ્રષ્ટાચારના ઢગલા પર બેઠા છે એવા લોકો એક ઈમાનદાર લોકોની લડાઈ લડનાર વ્યક્તિ પર આરોપ લગાવી રહ્યા છે. કલેક્ટરે કહ્યું “આ વાત ખોટી છે, મનસુખ વસાવાની વાત પાયાવિહોણી છે. ચૈતર વસાવાએ કોઈ પૈસા માગ્યા નથી.” ભાજપમાં બેઠેલા નેતાઓ લોકોની બિલકુલ સેવા કરતા નથી. પરંતુ લોકોની લડાઈ લડી રહેલી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કામ કરે છે. મનસુખભાઈ થોડીક હિંમત કરો અને રાજીનામું આપો, તમે કહ્યું છે કે “જો સરકાર મને આમાં સહાય નહીં કરે તો હું રાજીનામું આપી દઈશ” તમે પોતે સાંસદ છો, કલેક્ટર ના કહે છે, આટલા હલકા આક્ષેપો લગાવતા તમને શરમ આવવી જોઈએ. થોડી પણ શરમ હોય તો તમારે રાજીનામું આપવું જોઈએ.

આ પહેલા પણ આમ આદમી પાર્ટી અનેક નેતાઓ ઉપર અનેક આરોપો નાખવાનું કામ ભાજપે કર્યું છે. ઈસુદાન ગઢવી કમલમ પર રજૂઆત કરવા ગયા ત્યારે તેમના પર છેડતી અને દારૂનો આરોપ નાખવામાં આવ્યો હતો અને એફઆઇઆર કરવામાં આવી હતી. કચ્છના એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી આરોપી સાથે ગોપાલભાઈ ઇટાલીયા અને મનોજભાઈ સોરઠીયાનાં નામ જોડી દીધા હતા. શું થયું આ કેસનું ? ક્યાં છે આરોપો? ખોટા આરોપો લગાડવા, ખોટી એફઆઈઆરઓ કરવી, ખોટી રીતે હેરાન કરવા અને આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈપણ રીતે બદનામ કરવાનું કામ ભાજપનું છે. ભાજપને શરમ આવવી જોઈએ, 30 વર્ષથી સત્તામાં હોવા છતાં લોકોનું ભલું કરી શક્યા નથી. આજે આ સ્થિતિ છે એટલે ખોટા આરોપો લગાવો છો? શરમ કરો, રાજીનામું આપો. ભાજપમાં બેઠેલા તમામ લોકો જે ખૂબ મોટા ભ્રષ્ટાચારના ભાગીદાર છે, આપ સૌ આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવાનું કામ કરો છો. ગુજરાતની જનતા આ વાત જાણે છે. ગુજરાતની જનતાને ખબર છે કે સૌથી મોટા ચોર તમે છો. અને તમે આમ આદમી પાર્ટીને બદનામ કરવા નિકળ્યા છો? શરમ નથી આવતી? આ વખતે તમે રાજીનામું નહીં આપો તો લોકો તમારી પાસેથી રાજીનામું લેવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *