Ahmedabad: ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન અમદાવાદમાં, ગૃહરાજ્યમંત્રી સંઘવી પહોંચશે ચંડોળા તળાવ

અમદાવાદમાં ‘મિની બાંગ્લાદેશ’ વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓપરેશન ક્લિન શરૂ કર્યું હતું. ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપા દ્ધારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બુલડોઝરની કાર્યવાહીમાં 2 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 80 JCB, 60 ડમ્પરથી કાર્યવાહી કરાશે. અમદાવાદના તમામ સાતેય ઝોનના એસ્ટેટ અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા બાદ બાંગ્લાદેશીઓ બાદ હવે દબાણો પર AMC એ ઓપરેશન ક્લિન શરૂ કર્યું હતું.
ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે મિલકતોના વીજ કનેકશન કાપી નંખાયા હતા. ક્રાઈમબ્રાંચે ચંડોળા તળાવ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. AMCની સોલિડ વેસ્ટ અને ઈજનેર વિભાગની તમામ ઝોનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર દિવસ દરમિયાન AMCનું ઓપરેશન ક્લિન ચાલશે. સવારે 7 વાગ્યાથી ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ફરી વળશે
અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા લાગી છે. અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. બે દિવસ દરમિયાન 890 બાંગ્લાદેશીને ડિટેઇન કર્યા હતા. જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.રાત્રે 11 વાગ્યા આસપાસ જેસીબી, ડમ્પરનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસની કાર્યવાહીમાં અત્યાર સુધી 143 બાંગ્લાદેશી હોવાનું જાણવા મળ્યું છે. 200 લોકોને વેરિફિકેશન બાદ છોડી દેવામાં આવ્યા છે તથા 590 લોકોના પાસપોર્ટ હોવાનું સામે આવ્યું છે. ચંડોળા વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરી વળશે. અમદાવાદ પોલીસ, કોર્પોરેશન, ક્રાઈમબ્રાંચનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. તમામ સાતેય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા. તમામ સાતેય ઝોનના સોલિડ વેસ્ટ, ઈજનેર વિભાગના અધિકારીઓ જોડાયા હતા. છેલ્લા 15 વર્ષથી ચંડોળા તળાવ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી,કાચા- પાકા મકાનોનું બાંધકામ છે. સૌ પ્રથમ 100 બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરશે. ચંડોળા તળાવ વિસ્તાર મોડી રાત સુધી સમગ્ર વિસ્તારને ખાલી કરી દેવાયો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.
લાલા બિહારી ફાર્મ હાઉસમાં ગોરખધંધો ચલાવતો હતો. તે ફાર્મ હાઉસમાં મહિલાઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવતો હતો. ફાર્મ હાઉસમાં લાલા બિહારી ગેરકાયદે લોકોને આશરો આપતો હતો. ફાર્મ હાઉસમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓના બોગસ દસ્તાવેજો તૈયાર થતા હતા.
મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. મહેમુદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમુદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મહેમૂદ પઠાણને લઈ મોટો ખુલાસો કર્યો હતો. તે બાંગ્લાદેશી મહિલાઓને દેહવિક્રયમાં ધકેલતો હતો. બાંગ્લાદેશી મહિલાઓને દેહ વેચવા માટે મજબૂર કરતો હતો. મહેમૂદ પઠાણ બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો.લાલા બિહારીએ અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપ્યો હતો. ઓપરેશન શરૂ થાય તે પહેલા જ લાલા બિહારી ભાગી છૂટ્યો હતો. પોલીસે રિસોર્ટમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. લાલા બિહારી CAAના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલાનો આરોપી છે.
ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી. દબાણ માફિયા લાલા બિહારીના ફાર્મ હાઉસ પર AMCની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી. લાલા બિહારીએ 2 હજાર વારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામા આવી હતી. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, અને ફુંવારા જોવા મળ્યા હતા.
ડ્રોનની મદદથી સમગ્ર કાર્યવાહી પર બાજ નજર રખાઈ રહી છે. સૌ પ્રથમ ગેરકાયદે બાંગ્લાદેશીઓના બાંધકામો પર બુલડોઝર ચાલશે. ઓપરેશન ક્લિનનો અંદેશો આવતા જ ગેરકાયદે વસાહતીઓ ઘર છોડી ભાગી ગયા હતા.
આ પણ વાંચો, Horoscope: આ રાશિના જાતકોને આજે મળી શકે છે કોઇ ખાસ ખબર, જાણો કેવો રહેેશે અન્ય લોકોનો આજનો દિવસ