Ambaji:108ની ટીમ ડુંગરાળ વિસ્તારમાં ચાલી દર્દી પાસે પહોંચી, અમદાવાદના તબીબની સલાહ લઇ મહિલાની પ્રસૂતિ કરાવી

રિપોર્ટર: પ્રકાશ મીણા, બનાસકાંઠા
યાત્રાધામ અંબાજીમાં 108 ની ટીમને પ્રસૂતિનો કોલ મળતાં સ્થળ ઉપર જવા રવાના થઇ હતી. જોકે અંબાજીના આસપાસ નો વિસ્તાર ડુંગરાળ વિસ્તાર હોવાથી દર્દીના ઘર સુધી એમબ્યુલન્સ આવી શકે તેમ નહતી. જેથી 108 ટીમના સભ્યો અંદાજે એક કિલોમીટર જેટલા ડુંગરાળ વિસ્તારમાં ચાલીને દર્દી પાસે પહોંચ્યા હતા.

ઇએમટી અલકાબેને દર્દીની માહિતી લેવા માટે કોલ કરતા દર્દીના સગાએ જણાવ્યું હતું કે, પાન્છા નજીક ડુંગરાળ વિસ્તાર હોવાથી ઘર સુધી એમબ્યુલન્સ આવી શકે તેમ નથી. આથી પાયલટ મહેન્દ્રભાઈની મદદથી એમ્બ્યુલન્સમાં રહેલા સ્ટેચર અને જરૂરી સાધનો લઈને પાન્છા ગામ ના ડુંગરિયાલ વિસ્તારમાંથી અંદાજે એક કિલોમીટર જેટલા ચાલીને દર્દી પાસે પહોંચ્યા હતા. જ્યાં મહિલાની હાલત ગંભીર હતી. બાળકના ગળામાં નાળ વિંટળાઇ ગઇ હતી. ઇએમટીએ અમદાવાદ સ્થિત તબીબને સલાહ લઇ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. જે પછી સ્ટેચર ઉપર દર્દીને લઇ પરત એક કિ.મી. ચાલીને એમ્બ્યુલન્સમાં લાવ્યા હતા અને વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ પણ વાંચો, Surat: સુરતના આ ગામમાં ચાલે છે મહિલારાજ, 30 વર્ષથી ગામમાં ચૂંટણી જ થઈ નથી