એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત:સૂર્યકુમાર યાદવ કેપ્ટન, શુભમન ગિલ વાઇસ-કેપ્ટન

એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, આ પહેલા અક્ષર પટેલને ટીમના વાઈસ કેપ્ટન તરીકે જોવામાં મળતો હતો. જસપ્રીત બુમરાહ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય બોલરની ભૂમિકા ભજવશે. વ્હાઈટ બોલ ફોર્મેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહેલા શ્રેયસ ઐયરને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી અને મોહમ્મદ સિરાજને પણ બહાર રાખવામાં આવ્યો છે.
એશિયા કપ માટે ભારતની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટ કીપર), હર્ષિત રાણા.