તમન્ના ભાટિયાનો ગ્લેમરસ લુક તમને દિવાના બનાવી દેશે

 તમન્ના ભાટિયા સાઉથની જાણીતી અભિનેત્રી છે. તમન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમાની 65 ફિલ્મોમાં કામ કર્યું છે.તમન્નાનું નામ સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં પણ સામેલ છે. બાહુબલીમાં દેખાયા બાદ તમન્નાએ તેની ફી પણ વધારી દીધી હતી.



તમન્ના ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ શો દ્વારા મોટી કમાણી કરે છે. તમન્ના પાસે ‘મોબાઈલ પ્રીમિયર લીગ’, ‘સેલકોન મોબાઈલ્સ’, ‘ફેન્ટા’, ‘ચંદ્રિકા આયુર્વેદિક સોપ’ સહિત અન્ય ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો છે.



તમન્નાને કારનો ખૂબ શોખ છે. તેમની પાસે ‘લેન્ડ રોવર ડિસ્કવરી’, ‘BMW 5 સિરીઝ’ અને ‘મર્સિડીઝ બેન્ઝ’ જેવી લક્ઝરી કાર છે. આ કારોની કિંમત કરોડોમાં છે.



તમન્ના ભાટિયા પોતાના અભિનય સિવાય લોકોને પોતાની સુંદરતાના દીવાના બનાવે છે. હાલ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહી છે.



ચાહકોને તમન્નાની આ સ્ટાઈલ એટલી પસંદ આવી છે કે અભિનેત્રીની આ તસવીરો અપલોડ થતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ રહી છે.



તમન્ના ભાટિયા પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *