PM Modi: ગુજરાતમાં આવેલા કોંગ્રેસના મહેમાનોની કાળજી લેજો, PM MODIએ આપ્યા સીધા સૂચનો

ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા આવેલ દેશના પૂર્વ નાણાંમંત્રી અને પીઢ કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમની ગુજરાતમાં તબિયત બગડી હતી. આ ઘટનાની જાણ દેશના PM NARENDRA MODI ને થતા તેમણે એક ગુજરાતી તરીકે ફરજ બજાવતાં કહ્યું કે, કોઈએ પક્ષાપક્ષીમાં ના પડતાં ગુજરાતમાં આવેલા Congress guests ને કોઈ તકલીફ ના પડે તેની સૂચના આપી છે.
પીએમ મોદીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાને ટેલિફોનિક જાણ કરતા કહ્યું કે, દેશના પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમજીની તબિયત લથડી હોવાથી આ વિષયને ધ્યાને લઈ તેમની સારવારમાં કોઈપણ પ્રકારની કમી ના રહે તેનું ધ્યાન રાખવામાં આવે. PMO માંથી ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ફોન જતાં તેઓ તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ પહોંચીને પી ચિદમ્બરમના હાલચાલ જાણ્યા હતા.
મંગળવારે ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ અચાનક બેભાન થઈ ગયા. પીએમ મોદીએ તાત્કાલિક સંવેદનશીલતા દર્શાવતા વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કર્યો. સાબરમતી આશ્રમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ચિદમ્બરમની તબિયત ખરાબ હોવાના સમાચાર મળતા જ પીએમ મોદીએ ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને નિર્દેશ આપ્યા હતા.
આ પણ વાંચો, Tariff war: ચીને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો:104%ના ટેરિફના જવાબમાં અમેરિકા પર 84% ટેરિફ લગાવવાની જાહેરાત