બંગાળના ભાજપના પહેલા CM બન્યા સુવેન્દુ:દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પાલ, નિષિથ પ્રામાણિક અને અશોક કીર્તનિયા મંત્રી બન્યા; 20 રાજ્યોના CM હાજર

સુવેન્દુ અધિકારી આજે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પશ્ચિમ બંગાળના સીએમ પદના શપથ લઈ રહ્યા છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ હાજર છે.
પીએમએ મંચ પર ભાજપના 90 વર્ષીય કાર્યકર્તા માખનલાલ સરકારનું સન્માન કર્યું. મંચ પર આવતા જ વડાપ્રધાન સીધા સરકાર પાસે ગયા, તેમને શાલ ઓઢાડી અને પછી તેમના ચરણ સ્પર્શ કર્યા. ત્યારબાદ સરકારે લાંબા સમય સુધી વડાપ્રધાનને ગળે લગાવી રાખ્યા.
આ પહેલા શુક્રવારે કોલકાતામાં યોજાયેલી બેઠકમાં સુવેન્દુને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અમિત શાહે તેમના નામની જાહેરાત કરી. ત્યારબાદ સુવેન્દુએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.