Surendranagar: આ ગામની મહિલાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે, ત્રસ્ત થયેલી મહિલાઓએ આંદોલન શરૂ કર્યું

ગુજરાતમાં એવા પણ ગામડા છે, જ્યાં હજી પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. ક્યાંક વીજળી તો ક્યાંક પાણીની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડે છે. સુરેન્દ્રનગર જિલ્લાના સમલા ગામમાં પાણીની સમસ્યા વણસી છે. ત્યારે પીવાના પાણીની ગંભીર સમસ્યાને કારણે આજે ગ્રામજનોએ લીંબડી-વઢવાણ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામને કારણે હાઈવેના બંને માર્ગ પર વાહનોની કતારો લાગી હતી.

છેલ્લા એક વર્ષથી સમલા ગામમાં પીવાના પાણીની સમસ્યા વણઉકેલી રહી છે. ભર ઉનાળામાં પરિસ્થિતિ વધુ વણસી છે. મહિલાઓને ધોમધખતા તાપમાં પાણીની એક-એક બૂંદ માટે વલખાં મારવા પડે છે. આ સમસ્યાથી ત્રસ્ત થયેલી મહિલાઓએ આજે રોષ સાથે આંદોલન શરૂ કર્યું હતું.

ચક્કાજામની જાણ થતાં લીંબડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આંદોલનકારી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં ભર ઉનાળામાં પીવાના પાણીની અછતને કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો, Dahod: લીમખેડામાં ત્રિપલ અકસ્માત; કારે બાઇકને ટક્કર મારી ડમ્પર સાથે અથડાઈ, 3 વર્ષની બાળકીનું મોત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/featured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *