Surendranagar: ખેરવા-ઝેઝરી રોડ પાસે મજૂરોની આઈસર પલટી, 20 મજૂર ઘાયલ

પાટડી તાલુકાના ખેરવા-ઝેઝરી રોડ પર સોખડા બોર્ડ પાસે મજૂરોને લઈ જતી આઈસર ગાડી પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 20 મજૂરો ઘાયલ થયા છે, જેમાંથી 4 મજૂરોની હાલત ગંભીર છે. ગોધરાથી મજૂરોને લઈને આવી રહેલી આઈસર ગાડી અચાનક પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી, જે બાદ તમામ ઘાયલ મજૂરોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 4 મજૂરોને ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર માટે વિશેષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ બજાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘાયલ મજૂરોની સ્થિતિ ચિંતાજનક છે.
આ પણ વાંચો, રોહિત શર્માને જાડિયો કહેતાં મચી બબાલ, કોંગ્રેસ નેતા પર ભાજપના પ્રહાર