ગઢડાના ભુવાએ સુરત જતાં બસમાં મહિલા પર દુષ્કર્મ આચર્યું, પિતૃદોષની વિધિમાં ખોટો લાભ લીધો

Oplus_131072

સુરતના અડાજણમાં રહેતી યુવતીએ એક ગંભીર ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે બોટાદ જિલ્લાના ચિરોડા ગામના એક ભુવા પર દુષ્કર્મ આચરવાનો આરોપ મૂક્યો છે. મહિલાના જણાવ્યા મુજબ, આરોપી ભુવાએ કાળા જાદુની આડમાં તેને ભ્રમિત કરી અને ભાવનગરથી સુરત આવતા સમયે લક્ઝરી બસમાં અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા અડાજણ પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ વિધિ પૂરી થયાં બાદ મહિલા અને ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરી સાથે મળી ભાવનગરથી સુરત તરફ પરત ફર્યા હતા. મુસાફરી દરમિયાન ભૂવાએ મહિલાને શારીરિક રીતે હેરાન કરતાં શોષણ કર્યું હોવાનો મહિલા તરફથી આરોપ મૂકાયો છે. સુરત આવી પહોંચ્યા પછી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હવે આરોપી ભૂવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટના દરમિયાન મહિલા અને ભૂવા ગંગારામ લક્ઝરી બસમાં સફર કરી રહ્યા હતા. મુસાફરી દરમ્યાન, ગંગારામે કાળા જાદુના બહાને મહિલાને ભ્રમિત કરી, તેના મન પર વશ પામવાનો પ્રયાસ કર્યો. તેના પછી તેણે મહિલાની ઇચ્છા વિરુદ્ધ ઘણી વખત દુષ્કર્મ આચર્યું. મહિલા જ્યારે સુરત શહેર પહોંચીને સ્વસ્થતા અનુભવવા લાગી, ત્યારે તેણે હિંમત કરીને અડાજણ પોલીસ સ્ટેશનમાં જઈને સમગ્ર બનાવની વિગતવાર ફરિયાદ નોંધાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *