Surat: સુરત પોલીસે વૃદ્ધાશ્રમમાં ધૂળેટી ઉજવી, સિનિયર સિટીઝન્સ પર ફૂલોનો વરસાદ કર્યો અને મીઠાઈ ખવડાવી

સુરત શહેર પોલીસે આ વર્ષે ધુળેટી પર્વને એક અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટિઝન્સ સાથે ધુળેટીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવ્યું હતું. પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેલા સિનિયર સિટીઝન્સ પર ફૂલોનો વરસાદ કરાયો, જેનાથી ત્યાંનો માહોલ રંગીન બની ગયો હતો.

ધુળેટીની પરંપરાગત ઉજવણી કરતાં પોલીસે સિનિયર સિટીઝન્સને ધુળેટીના કલર લગાવ્યા અને મીઠાઈઓ ખવડાવીને તેમના ચહેરા પર ખુશી છવાવી દીધી હતી. પોલીસના આ અનોખા ઉમંગ અને પ્રેમભર્યા વ્યવહારથી સિનિયર સિટીઝન્સ ભાવુક બની ગયા હતા. આ સુંદર દૃશ્યોને જોતા ત્યાં હાજર તમામ લોકોના દિલને અહેસાસ થયો કે, પોલીસ માત્ર કાયદો અને શિસ્ત જાળવવા માટે નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સાથે સુખ-દુખ વહેંચવાનો પણ એક મહત્વનો ભાગ ભજવે છે. સુરત શહેર પોલીસની આ અનોખી ઉજવણી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. તેનાથી પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચે સ્નેહનો એક નવો સેતુ બાંધી શકાય તેવું સાબિત થયું છે.
આ પણ વાંચો, Horoscope: આજે હોળી, આ 5 રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ, જાણો એક ક્લિક પર