ટ્રમ્પના ટેરિફ પર સુપ્રીમ કોર્ટની રોક, શું ભારતને પરત મળશે વસૂલ કરાયેલા નાણાં? જાણો શું છે રિફંડના નિયમો

અમેરિકાથી આવેલા મોટા સમાચારોએ વૈશ્વિક વેપારની દિશા બદલી નાખી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા છે અને તેને રદ કર્યા છે, જેના કારણે દુનિયાભરના વ્યવસાયો મહિનાઓ સુધી મૂંઝવણમાં રહ્યા છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, વસૂલ કરવામાં આવેલા અબજો ડોલરનું શું થશે? અને શું ભારત સહિત અન્ય દેશોને કોઈ રાહત મળશે? ચાલો સમજીએ.

અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ઘણા મોટા અને વિવાદાસ્પદ ટેરિફને ગેરબંધારણીય જાહેર કરતા રદ કર્યા છે. આ ટેરિફ ટ્રમ્પ વહીવટીતંત્રની અમેરિકા ફર્સ્ટ નીતિનો મુખ્ય ભાગ હતા, જેના હેઠળ અનેક દેશોથી થતી આયાત પર ભારે ડ્યુટી લગાવવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, આ ટેરિફથી 175 અજબ ડોલરથીથી વધુ રકમ વસૂલવામાં આવી છે. આ નાણાં અમેરિકાના કસ્ટમ્સ વિભાગ દ્વારા કંપનીઓ પાસેથી વસૂલવામાં આવ્યા હતા. હવે, કોર્ટના નિર્ણય બાદ પ્રશ્ન ઊભો થાય છે કે, શું આ નાણાં કંપનીઓને પરત કરવામાં આવશે?

રિપોર્ટ્સ જણાવે છે કે, રિફંડ પ્રક્રિયા સરળ નહીં હોય. ઘણી કંપનીઓએ પહેલાથી જ પોતાના દાવાઓ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. જો કે, કાનૂની પ્રક્રિયા લાંબી અને જટિલ હોઈ શકે છે. કાનૂની નિષ્ણાતો અનુસાર, રિફંડ સાથે જોડાયેલા મામલાની સુનાવણી યુનાઇટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં કરવામાં આવશે. આનો અર્થ એ છે કે, કંપનીઓએ ઔપચારિક દાવાઓ દાખલ કરવા પડશે અને કોર્ટની મંજૂરી મેળવવી પડશે. દરેક મામલાની અલગ-અલગ રીતે તપાસ કરવામાં આવશે, તેથી બધાને તાત્કાલિક તેમના નાણાં મળી જશે, એવું માની જેવી ઉતાવળ ગણાશે.કેટલાક અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે કે, સરકારને મોટી નાણાકીય જવાબદારીનો સામનો કરવો પડી શકે છે. જો સંપૂર્ણ રકમ પરત કરવી પડે, તો તે અમેરિકાના બજેટ પર અસર કરી શકે છે.

બીજી તરફ ભારતની વાત કરવામાં આવે તો ભારત એવા દેશોમાંથી એક છે, જેના પર ટ્રમ્પ વહીવટીતંત્રે અલગ-અલગ સમયે ટેરિફ લગાવ્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય નિકાસકારોઆ નિર્ણય પર નજીકથી નજર રાખી રહ્યા છે. જો કે, એ સમજવું મહત્વપૂર્ણ છે કે, નાણાં સીધા ભારત સરકારને મળશે નહીં. જો રિફંડ આપવામાં આવે છે, તો તે કંપનીઓને મળશે જેણે ટેરિફ ચૂકવ્યો હતો. આમાં અમેરિકાના આયાતકારો અને કેટલાક વિદેશી નિકાસકારોનો સમાવેશ થઈ શકે છે.

ભારત સરકારે કહ્યું છે કે, તે સુપ્રીમ કોર્ટના નિર્ણય અને અમેરિકાના વહીવટીતંત્રના નવા પગલાંનો અભ્યાસ કરી રહી છે. હાલમાં અમેરિકાએ પાંચ મહિના માટે 10 ટકાના અસ્થાયી આયાત સરચાર્જ લગાવવાની જાહેરાત કરી છે. 150 દિવસ પછી શું નીતિ રહેશે, તેના પર હજું સુધી કોઈ સ્પષ્ટતા નથી.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:ભારતે પોતાના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાનું કહ્યું, તેહરાન પર અમેરિકી હુમલાની આશંકા વધી 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *