સુપ્રીમ કોર્ટે કહ્યું-SIR પ્રોસેસ ખોટી નથી, આ ચૂંટણી પંચનો અધિકાર

સુપ્રીમ કોર્ટે બિહાર ચૂંટણી પહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયાને કાયદેસર અને બંધારણીય ગણાવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે ચૂંટણી પંચને SIR માટે વિશેષ પ્રક્રિયા અપનાવવાનો અધિકાર છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને તેને નિષ્પક્ષ અને શુદ્ધ મતદાર યાદી સુનિશ્ચિત કરવાનો અધિકાર છે. અદાલતે માન્યું કે વિશેષ સંજોગોમાં અલગ પ્રક્રિયા અપનાવવી બંધારણ અને કાયદાની વિરુદ્ધ નથી.

બિહારમાં આ પ્રક્રિયા શરૂ થયા પછી તેને પડકારવામાં આવી હતી. અરજદારોનું કહેવું હતું કે આ સામાન્ય સુધારા પ્રક્રિયાથી અલગ છે અને મતદારોના અધિકારોને અસર કરી શકે છે.

સુપ્રીમ કોર્ટની 3 મોટી વાતો…

  • ચૂંટણી પંચ પાસે બંધારણ અને જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ મતદાર યાદીનું વિશેષ સઘન પુનરાવર્તન (SIR) કરાવવાનો અધિકાર છે.
  • SIR નો ઉદ્દેશ્ય બંધારણમાં સમાવિષ્ટ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના લક્ષ્ય સાથે સીધો જોડાયેલો છે.
  • અમે એ વાતથી પણ સંતુષ્ટ છીએ કે SIR દ્વારા પ્રાપ્ત થતો ઉદ્દેશ્ય બંધારણના સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના લક્ષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://આફ્રિકાન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 લોકો હોમ આઇસોલેટ, SVPમાં 60 બેડનો વોર્ડ તૈયાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *