Ahmedabad: પશુ આશ્રય ગૃહ ખાતે સુકૃત કલ્યાણ મિત્રો દ્રારા ૨ લાખ ૨૭ હજાર ફાળો આપી, પ્રાણીઓને ભોજન કરાવ્યું

અમદાવાદથી લગભગ ૩૦ કિલોમીટર દૂર કુબડથલ ગામે ગીતાબેન રાંભીયા સ્મૃતિ અહિંસા ટ્રસ્ટ સંચાલિત પશુ આશ્રય ગૃહ ( પાંજરાપોળ ) ખાતે અમદાવાદથી ‘સુકૃત કલ્યાણ મિત્રો’ ગ્રુપ દ્વારા ૧૫ જુન ૨૦૨૫ ને રવિવારના રોજ અમદાવાદથી લગભગ ૫૦ એક ‘સુકૃત કલ્યાણ મિત્રો’ દ્રારા સ્થળ પર જઈને ગાયો-ભેસોને તરબુચ અને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો. એ સાથે સુકૃત કલ્યાણ મિત્રો દ્વારા ૨ લાખ ૨૭ હજાર જેટલો ફાળો ઉઘરાવી સંસ્થાને દાન આપવામાં આવ્યું હતું.‌

મધ્યપ્રદેશના જબલપુર ખાતે જન્મેલાં ગીતાબહેન બાળપણથી જ ધર્મનિષ્ઠ હતાં. તેમનાં લગ્ન કચ્છના રામણિયા ગામના બચુભાઈ રાંભિયા સાથે થયા હતા. બચુભાઈ સાધારણ વેપારી હતા. લગ્ન પછી થોડોક સમય તેઓ ગાંધીધામ વેપાર અર્થે સ્થાયી થયા હતા. અમદાવાદમાં ગીતાબહેને રખડતાં ઢોરની સુશ્રુષા કે સારસંભાળ ઉપરાંત ગેરકાયદે કતલખાને લઈ જવાતાં અબોલ પશુઓને બચાવવા માટે મક્કમ કામગીરી આદરી. તેમની ટીમ રાતભર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતી રહે અને ગેરકાયદે પશુઓની હેરાફેરી થતી નજરે પડે તો તરત પોલીસની મદદ લઈને અટકાવે. આ કામગીરીમાં તેમણે અનેકવાર ભારે હિંમત દાખવી અને પોતાનો જીવ સુદ્ધાં જોખમમાં મૂકીને પશુઓને કતલખાને જતાં બચાવ્યા હતા. ગીતાબહેનની કામગીરીની નૈતિકતા અને પ્રામાણિકતા પારખીને ૧૯૮૪માં તત્કાલીન રાજ્ય સરકારે તેમને માનદ્ પોલીસ ઈન્સ્પેક્ટર બનાવ્યાં હતાં અને વર્દી પહેરવાની સત્તાવાર છૂટ પણ આપી હતી. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ગીતાબહેન પશુઓની ગેરકાયદે હેરફેર રોકી શકે એવો કેસ દાખલ કરવાની સત્તા પણ તેમને અપાઈ હતી. ગીતાબહેન તેમનાં અલ્પઆયુમાં આશરે ૧ લાખ ૬૫ હજારથી વધુ પશુઓને કતલખાને જતાં બચાવ્યા હતા.

હિંમતભરી અને મક્કમ કામગીરીને લીધે પશુઓના વેપાર સાથે સંકળાયેલ ટોળકીને ગીતાબહેન આંખના કણાંની જેમ ખૂંચતાં હતા. આખરે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કસાઈઓની ટોળકીએ ભરબપોરે તેમની હત્યા કરી નાંખી હતી.

ગીતાબહેનની સ્મૃતિમાં રચાયેલ ટ્રસ્ટના માધ્યમથી જીવદયા અંગેની કામગીરી આજે પણ અવિરત ચાલુ છે. તેમના દિકરાએ આ કામને આગળ વેગ આપ્યો છે. જેથી આવા સરાહનિય કાર્યમાં ઘણા વર્ષોથી સુકૃત કલ્યાણ મિત્રો સહભાગી બને છે.

‘સુકૃત કલ્યાણ મિત્રો’ વિશાખા શાહ અને કાશમિરા શાહ દ્વારા શરું કરવામાં આવ્યું છે‌. આ કોઈ એનજીઓ કે સંસ્થા નથી પણ એવા મિત્રોનું ગ્રુપ છે જે જરુરિયાત હોય ત્યાં બધા ભેગા થઈને મદદ કરે છે. સુકૃત કલ્યાણ મિત્રો શરું કરનાર વિશાખાબેન શાહ વધું જાણાવે છે. આ ગ્રુપ દર મહિને એક સેવાનું કામ કરી માનવતા ધર્મની ફરજ અદા કરે છે. આ ગ્રુપની સ્થાપના ૨૦૨૪માં કરવામાં આવી હતી. આ ગ્રુપ આજે એટલું મજબૂત છે કે કાર્યકમ કરવા માટે ૨૦ લાખથી પણ વધું રુપિયાનું ફંડ ભેગું કરે છે.

આ પણ વાંચો, અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને પગલે સાદાઈથી નીકળશે જગન્નાથ રથયાત્રા, બેઠક બાદ નિર્ણય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *