‘દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો’, કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ

કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોને દિવાળી ગિફ્ટ અથવા તેના સંબંધિત વસ્તુઓ પર કોઈ ખર્ચ ન કરવાનું કહ્યું છે. નાણા મંત્રાલયે કેબિનેટ સચિવ, તમામ મંત્રાલયો અને વિભાગોના નાણાકીય સલાહકારો, નાણાકીય સેવાઓ સચિવ અને જાહેર સાહસોના સચિવને પત્ર મોકલ્યો છે.

આ પત્રમાં દિવાળી અને અન્ય તહેવારો પર ભેટ આપવાને બિનજરૂરી ખર્ચ ગણાવવામાં આવ્યો છે અને આ પ્રથાનો અંત લાવવાની હાકલ કરવામાં આવી છે. સંયુક્ત સચિવ પીકે સિંહ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે સચિવ (ખર્ચ) ની મંજૂરીથી જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ તાત્કાલિક અમલમાં છે.

આ આદેશ ભારત સરકારના આર્થિક સલાહકાર દ્વારા જાહેર કરાયેલા આદેશને અનુસરે છે, જેમાં જાહેર ક્ષેત્રના સાહસોને કોઈપણ તહેવાર માટે ભેટની આપ-લે બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ભારત સરકારના આર્થિક સલાહકાર ડૉ. સુમંત્ર પાલે જાહેર ક્ષેત્રના સાહસો માટે પણ આવો જ આદેશ જાહેર કર્યો હતો.

17 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા એક આદેશમાં, ડૉ. પાલે જાહેર સાહસો વિભાગને દિવાળી અને અન્ય તહેવારો પર જાહેર ક્ષેત્રના સાહસો દ્વારા ભેટ આપવાની પ્રથા પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. ભારત સરકારના આર્થિક સલાહકારે તેમના આદેશમાં જણાવ્યું હતું કે ભેટ આપવાથી સરકારી ખર્ચમાં વધારો થાય છે.

જાહેર સંસાધનોનો સમાન ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે આ પગલું જરૂરી છે. તેમણે કોઈપણ તહેવાર પર ભેટની આપ-લે પર પ્રતિબંધ મૂકવાનો આગ્રહ કર્યો હતો. આર્થિક સલાહકારે આ નિર્દેશનું પાલન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા 22 સપ્ટેમ્બરથી GST માળખામાં મોટા સુધારા લાગુ કરવામાં આવી રહ્યા છે. આ ફેરફારોને ‘GST 2.0’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ સામાન્ય માણસ અને મધ્યમ વર્ગને મોંઘવારીમાંથી રાહત આપવાનો છે. આ સુધારા હેઠળ, રસોડાની વસ્તુઓથી લઈને ઇલેક્ટ્રોનિક્સ, દવાઓ અને સિમેન્ટ સહિત 375 થી વધુ વસ્તુઓ પરના GST દરોમાં ઘટાડો થશે, જેનાથી આ વસ્તુઓ સસ્તી થશે.  આ સુધારાનો હેતુ લોકોના રોજિંદા ખર્ચમાં ઘટાડો કરવાનો છે, જેનાથી આર્થિક પ્રવૃત્તિને પણ વેગ મળશે.                            

આ પણ વાંચો. http://એક્ટ્રેસ મૌની રોયના સ્ટાઈલિશ અવતારે ફેન્સને બનાવ્યા દિવાના

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *