શેરબજાર સતત બીજા દિવસે તૂટ્યું, સેન્સેક્સમાં 213 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 23603 પર બંધ

શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સ 213 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 23,603 પર બંધ થયો હતો. આજના ટ્રેડિંગમાં સીસીએલ પ્રોડક્ટ્સના શેરમાં 4.5%નો ઘટાડો જોવા મળ્યો. કંપનીના નિરાશાજનક ત્રીજા ક્વાર્ટર પરિણામો પછી 6 ફેબ્રુઆરીના કંપનીનો શેર 650 રૂપિયા પ્રતિ શેરના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચી ગયો છે.

ગ્લોબલ સંકેતો વચ્ચે ગુરુવારે સ્થાનિક શેરબજાર પણ ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 6 ફેબ્રુઆરીના 213.12 પોઈન્ટ ઘટીને 78,058.16 પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 92.95 પોઈન્ટ ઘટીને 23,603.35 ના સ્તરે બંધ થયો. આજના કારોબારમાં ફાર્મા, આઇટી, ખાનગી બેંક સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો થયો હતો. જ્યારે ઓટો, એફએમસીજી, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1-2 ટકા ઘટ્યા હતા, જ્યારે મેટલ, પીએસયુ બેંક, ઉર્જા, મીડિયા, ઓઇલ અને ગેસ 0.4-0.8 ટકા ઘટ્યા હતા.નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1.2 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.3 ટકા ઘટ્યો. નિફ્ટીમાં ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ભારતી એરટેલ, ટાઇટન કંપની, એનટીપીસી સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે સિપ્લા, અદાણી પોર્ટ્સ, ઇન્ફોસિસ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટાટા કન્ઝ્યુમરના શેરમાં વધારો જોવા મળ્યો હતો.

મોટી કંપનીઓના નફાના અહેવાલો બાદ વોલ સ્ટ્રીટમાં વધારો થયા બાદ ગુરુવારે વૈશ્વિક શેરબજારોમાં તેજી જોવા મળી હતી. એશિયામાં જાપાનનો બેન્ચમાર્ક નિક્કી 225 0.6% વધીને 39,066.53 પર બંધ થયો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 1.2% વધીને 8,520.70 પર પહોંચ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.1% વધીને 2,536.75 પર પહોંચ્યો. હોંગકોંગનો હેંગ સેંગ 1.4% વધીને 20,891.62 પર પહોંચ્યો, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 1.3% વધીને 3,270.66 પર પહોંચ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *