શેરબજારમાં મંદી, સેન્સેક્સ 640 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ લાલધૂમ

ભારતીય શેરબજાર ગુરુવાર, 23 એપ્રિલ, અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે તીવ્ર ઘટાડા સાથે શરૂ થયું. મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50, રેડ નિશાનમાં ખુલ્યા હતા. 30 શેરોવાળા BSE સેન્સેક્સ ઇન્ડેક્સ 532.83 પોઈન્ટ અથવા 0.68 ટકાના ઘટાડા સાથે ખુલ્યો. સેન્સેક્સ દિવસની શરૂઆત 77,983.66 પર થઈ હતી. NSE નિફ્ટી 50 એ પણ દિવસની શરૂઆત નકારાત્મક નિશાનમાં કરી. નિફ્ટી 50 175.75 પોઈન્ટ અથવા 0.72 ટકા ઘટીને 24,202.5 પર ખુલ્યો.

ભારતીય શેરબજારમાં બુધવારે તીવ્ર ઘટાડો જોવા મળ્યો. મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50, લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 756.84 પોઈન્ટ અથવા 0.95 ટકા ઘટીને 78,516.49 પર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 50 198.50 પોઈન્ટ અથવા 0.81 ટકા ઘટીને 24,378.10 પર બંધ થયો.                                             

   BSE બાસ્કેટમાંથી NTPC, Eternal, Trent, Asian Paints અને Reliance સૌથી વધુ વધ્યા. HCL Tech, Mahindra & Mahindra, TCS, Tech Mahindra અને ICICI બેંક સૌથી વધુ ઘટ્યા.

Nfty 100, Nfty Auto, Nfty IT, અને Nfty Bank ના શેરમાં ઘટાડો થયો. દરમિયાન, Nfty Smallcap 100, Nfty Midcap 100 અને Nfty FMCG શેરમાં વધારો થયો. બુધવારના ટ્રેડિંગ દિવસે, BSE બાસ્કેટમાંથી 11 શેર ગ્રીન નિશાનમાં બંધ થયા હતા અને 19 શેર ઘટ્યાં હતા.    

*પશ્ચિમ બંગાળ ચૂંટણી: મુર્શિદાબાદના નૌદામાં અજાણ્યા હુમલાખોરોએ ક્રૂડ બોમ્બ ફેંક્યા* – https://www.instagram.com/reel/DXd69tJjlOL/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: બિકિની લૂકથી નિશા ગુરગેને સોશિયલ મીડિયા પર લગાવી આગ , જુઓ બોલ્ડ અંદાજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *