આજે ક્રિકેટ રસિકો માટે સુપર સન્ડે, ભારત-પાક. વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો

ક્રિકેટ જગતમાં જ્યારે ભારત અને પાકિસ્તાન સામસામે થાય છે ત્યારે એ માત્ર એક મેચ નથી એ અભૂતપૂર્વ ઉત્સાહ અને રોમાંચથી ભરેલો એક તહેવાર હોય છે. એશિયા કપ 2025 ની આ હાઇ-વોલ્ટેજ ટક્કર માટે ચાહકો મોટી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વાસ્તવમાં આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયલમાં ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યે ભારત-પાકિસ્તાનની મેચ યોજાનાર છે.
ભારતીય ટીમનું નેતૃત્વ કરશે દિલચસ્પ અને આત્મવિશ્વાસી સૂર્યકુમાર યાદવ જ્યારે પાકિસ્તાની ટીમના કેપ્ટન હશે તકદાર બેટ્સમેન સલમાન અલી આગા. અગાઉની ગ્રુપ મેચમાં ભારતે પાકિસ્તાનને સાદી રીતે સાત વિકેટથી હરાવ્યું હતું અને ભારત તેની જ જીતની લયને આગળ વધારવા ઉત્સુક છે.
નોંધનિય છે કે, 14 સપ્ટેમ્બર, 2025ની ગ્રુપ મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. ટોસ સમયે પણ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ નથી મિલાવ્યા. એવું માનવામાં આવે છે કે, આ જ અભિગમ આ વખતે પણ અપનાવવામાં આવશે અને ખેલદિલીનો પરંપરાગત હિસ્સો એટલે કે “હેન્ડશેક” કદાચ ફરીથી ચૂકી જાય.
આ પણ વાંચો, સોફ્ટ ડ્રીન્ક્સથી લઈને સીગારેટ સુધી, પહેલા નોરતેથી 40 સ્લેબના કારણે મોંઘી થઈ જશે આ વસ્તુઓ, જુઓ લીસ્ટ