ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય: 13 અધિકારીઓની પ્રાંત ઓફિસર અને SDM તરીકે નિમણૂક, જાણો કોને ક્યાં જવાબદારી મળી?

ગુજરાતમાં વહીવટી તંત્રમાં ગત મોડી રાત્રે વધુ એક મહત્વનો ઓર્ડર કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) જુનિયર સ્કેલની 2024 બેચના 13 પ્રોબેશનર અધિકારીઓને તાલુકા તથા સબ-ડિવિઝન કક્ષાએ પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) તરીકે સ્વતંત્ર હવાલો સોંપ્યો છે. આ નિમણૂક તાલીમ કાર્યક્રમના ભાગરૂપે કરવામાં આવી છે અને અધિકારીઓને 26 ડિસેમ્બર, 2026 સુધી સંબંધિત તાલુકા/સબ-ડિવિઝનનો હવાલો સંભાળવાનો રહેશે.

અક્ષર રામેશભાઈ થુમ્મર: કચ્છ જિલ્લો (લખપત અને નખત્રાણા)

સૃષ્ટિ મયંક શાહ: ખેડા જિલ્લો (ખેડા તાલુકો)

કલ્પેશકુમાર બલદેવભાઈ ગાલિયા: ભરૂચ જિલ્લો (હાંસોટ અને અંકલેશ્વર)

તાપસી અજિત વાઘેલા: બોટાદ જિલ્લો (ગઢડા અને બોટાદ)

રાજેન્દ્ર જોતારમભાઈ પટેલ: સાબરકાંઠા જિલ્લો (તલોદ અને પ્રાંતિજ)

સંદીપસિંહ પ્રદિપસિંહ ઝાલા: છોટાઉદેપુર જિલ્લો (કવાંટ અને છોટાઉદેપુર)

શુભમ સિંઘ રામુસિંઘ રાઠોડ: તાપી જિલ્લો (કુકરમુંડા અને નિઝર)

પ્રશાંત ગંભીરદાન ગોરૈયાવાળા: રાજકોટ જિલ્લો (જામકંડોરણા અને ધોરાજી)

આયુષી દિલીપકુમાર પટેલ: ગાંધીનગર જિલ્લો (દહેગામ)

મૌસમબીન પરેશકુમાર પટેલ: સુરત જિલ્લો (મહુવા અને બારડોલી)

યોગેશ નંદલાલભાઈ બરાડ: જામનગર જિલ્લો (જામજોધપુર અને લાલપુર)

ધ્રુવ કાંતિભાઈ ડામોર: બનાસકાંઠા જિલ્લો (અમીરગઢ અને દાંતા)

હિમાંશુ ભરતભાઈ ડામોર: દાહોદ જિલ્લો (ગરબાડા અને દાહોદ)

નોંઝનીય છે કે રાજ્ય સરકારના આ કદમથી સ્થાનિક કક્ષાએ વહીવટી કામગીરીને નવો વેગ મળશે. યુવા અધિકારીઓની સીધી નિમણૂકથી મહેસૂલી પ્રશ્નોનો ઝડપી નિકાલ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. આ તાલીમ અને સ્વતંત્ર કામગીરીનો સમયગાળો ભવિષ્યના વહીવટી નેતૃત્વ માટે એક મજબૂત પાયો પૂરો પાડશે. ઓર્ડર ગુજરાતના રાજ્યપાલના નામે અને તેમના આદેશથી મહેસૂલ વિભાગના અંડર સેક્રેટરી (સર્વિસિસ) રુત્વિજ સોનાગરા દ્વારા કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *