અમેરિકાના જ્યોર્જિયામાં આર્મી બેઝ પર ફાયરિંગ, પાંચ સૈનિકોને વાગી ગોળી

અમેરિકામાં ફરી ફાયરિંગની ઘટના બની છે. જ્યોર્જિયામાં અમેરિકન આર્મી બેઝ ફોર્ટ સ્ટીવર્ટમાં ગોળીબાર થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ગોળીબારમાં પાંચ અમેરિકન સૈનિકોને ગોળી વાગી છે. ઘટના બાદ સેના, પોલીસ અને રાહત એજન્સીઓની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને આખા વિસ્તારને ઘેરી લીધો છે. ઘટનાના વીડિયો ફુટેજ પણ વાયરલ થયા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, અમેરિકન બેઝમાંથી આર્મી એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસના વાહનો બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. એવું કહેવાય છે કે, હુમલાખોરે આર્મી બેઝ પર આડેધડ ફાયરિંગ કર્યું છે.

ફોર્ટ સ્ટુઅર્ટ એ અમેરિકાનું થર્ડ ઈન્ફેન્ટ્રી ડિવિઝનનું હેડક્વાર્ટર કહેવાય છે. તે એક્ટિવ અને રિઝર્વ આર્મી યુનિટને તાલીમ આપવાનો મુખ્ય બેઝ છે. અહીં 10,000થી વધુ સૈનિકો અને તેમના પરિવારજનો, સિવિલ કર્મચારીઓ રહે છે. આ બેઝ સાથે લગભગ 25000થી વધુ લોકો જોડાયેલા છે. આ સ્થળ જ્યોર્જિયાના સવાના શહેરથી વગભગ 40 કિલોમીટર દક્ષિમ પશ્ચિમમાં આવેલું છે. આ ઘટના બાદ સેનાની આંતરિક સુરક્ષા પર સવાલ ઉભા થઈ ગયા છે. હજુ સુધી સેના કે પોલીસ દ્વારા કોઈપણ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

આ પહેલા કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં એક વેરહાઉસ પાર્ટી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત થયા અને 6 લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલ થયેલા લોકોની ઉંમર 26થી 62 વર્ષની વચ્ચે હતી. હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

એફબીઆઈનું સવાન્ના કાર્યાલય આર્મીના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) સાથે મળીને આ કેસની તપાસ કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસે પુષ્ટિ આપી છે કે  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે આ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો અને કહ્યું, “અમે સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છીએ. માર્ટી, અમારી પુત્રીઓ અને હું ફોર્ટ સ્ટુઅર્ટ ખાતેની આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *