Amreli: અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ

શિક્ષકના ગરિમા પૂર્ણ પદને લાંછન લગાડતી ઘટનાથી અમરેલીના શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઇ છે. શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના અમરેલીમાં બની છે.  અહીં શિક્ષક પર  2 વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનિય છે કે, મહેન્દ્ર પટેલ નામના આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી સાથે દુષ્કર્મ આચરતો હતો. ભારતનગરની ચાલુ શાળાએ નરાધમ શિક્ષકે બે બાળકીઓને ને દારૂ પાઇ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. ઘટનાની જાણ થતાં વાલી વર્ગમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીની ફરિયાદ બાદ લંપટ નરાધમ શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ મામલે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક આરોપી મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ પોક્સો હેઠળ ગુન્હો નોંધાયો છે.નરાધમ શિક્ષકે માત્ર ધોરણ 4મા ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી. 

આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો. બાળકીના વાલીએ આક્ષેપ કર્યો હતો કે તે સ્કુલમા જ દારૂ પીએ છે અને એક બાળકીઓને પણ પિવડાવવે છે. બાળકીને ઘરે આવ્યા બાદ ઉલ્ટીઓ થતાં વાલીએ તપાસ કરી તો સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. વાલીઓ આ શિક્ષકને રંગે હાથ ઝડપવા માટે ક્લાસરૂમ પહોંચી ગયા હતા અને બધાએ અચાનક પહોંચી તેને ઘેરી વળ્યો હતો. વાલી અચાનક પહોચ્યાં ત્યારે પણ શિક્ષક અસ્તવ્યસ્ત કપડા સાથે બાળકી સાથે હતો.આ જોઇને વાલીઓ રોષે ભરાયા અને ધોલાઇ કરીને પોલીને હવાલે કરી દીધો

નોંઘનિય છે કે, આ શિક્ષક છેલ્લા અઠવાડિયાથી ચોથા ધોરણમાં ભણતી 2 વિદ્યાર્થિઓને અલગ ક્લાસ રૂમમાં બોલાવીને તેમને દારૂ પિવડાવીને તેમના સાથે દુષ્કર્મ આચરતો હતો. મળતી માહિતી મુજબ વાલીને ઘટનાની જાણ થતાં વાલીઓએ તેમને રંગે હાથે ઝડપ્યો હતો. આ સમગ્ર ઘટનાથી વાલી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ  લંપટ શિક્ષકને કડકમાં કડક સજા આપવા માંગ કરી છે. લંપટ શિક્ષક સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવા નારણ કાછડિયાએ પણ  માગ કરી છે.          

આ પણ વાંચો, Ahmedabad: ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ તરફ જવાના રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *