Weather Update: સૌરાષ્ટ્ર કચ્છ સહિત આ વિસ્તારમાં માવઠાની આગાહી, ભારે પવન સાથે વરસી શકે છે વરસાદ

આજથી 6 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે.  આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

કાલે રાજ્યના 14 જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ.. કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ વરસી  શકે છે.  તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, દાહોદ અને અરવલ્લીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે.

રાજ્યના વાતાવરણમાં પલટો આવતા આજથી ભીષણ ગરમીથી થોડી  રાહત મળશે. શુક્રવારે અમદાવાદ, રાજકોટ સહિત સાત શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો પહોંચ્યો છે.  શનિવાર  43.5 ડિગ્રી મહતમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું . અમરેલીમાં 42.3, ભાવનગરમાં 41.6, વડોદરામાં 42.2 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે  શનિવારે હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડવાની ચેતવણી પણ આપી છે. આ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, રાજસ્થાન, પૂર્વી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના વિસ્તારમાં ધૂળભરી આંધીની ચેતવણી આપવામાં આવી  છે.

આ પણ વાંચો, Horoscope: આ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી, જાણો અન્ય લોકોનો કેવો રહેશે શનિવાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *