Ahmedabad: અમદાવાદમાં કોરોનાથી બીજું મોત, કોરોનાના ફરી એકવાર ખુબ જ ડરામણું સ્વરૂપ

ગુજરાતમાં કોરોનાનો આંકડો ફરી એકવાર કુદકેને ભુસકે વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ જે ઝડપે વધી રહ્યા છે તે ખુબ જ ચિંતાજનક છે. ગુજરાતમાં આજે વહેલી સવારે જ એક મોત થયા બાદ સાંજ થતા સુધીમાં જ વધારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેના કારણે ન માત્ર કોરોનાના કેસ પરંતુ મૃત્યુનો આંકડો પણ ખુબ જ ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

અમદાવાદમાં કોરોનાના કારણે એક મહિલાનું મોત થયું છે. દાણીલીમડામાં રહેતી 46 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયા બાદ ફરી સાંજે LG હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી એક 18 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું છે. એસવીપીમાં સારવાર લઇ રહેલી એક મહિલા બાદ યુવતીનું મોત થતા 3 વર્ષ બાદ કોરોનાને કારણે મોત નિપજ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં અમદાવાદમાં કુલ 197 કોરોનાના સક્રિય કેસ છે. એક જ અઠવાડીયામાં કોરોનાથી 2 દર્દીઓનાં મોત નિપજ્યાં છે.

મહત્વની વાત એ છે કે 3 વર્ષ પછી કોરોનાથી મોત થયાની આ પહેલી ઘટના છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 કેસ નોંધાયા છે. અમદાવાદમાં હાલ 197 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. SVP હોસ્પિટલમાં કોરોના માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના 320 એક્ટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો, Ahmedabad: જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે 130 જેટલા સેવાનિવૃત્ત કર્મચારીઓનો સત્કાર સમારોહ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *