SCOના સંયુક્ત નિવેદનમાં પહેલગામ હુમલાની નિંદા કરાઇ, આતંકવાદ વિરૂદ્ધની લડાઇમાં ભારતની મોટી જીત

ચીનના તિયાનજિનમાં આયોજિત શાંઘાઇ શિખર સમ્મેલન (SCO) સમિટનો આજે બીજો દિવસ છે. આ સમિટમાં ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થવા માટે પહોંચ્યા છે. પીએમ મોદીએ પ્રથમ દિવસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી જેમાં સરહદ પર શાંતિ, વેપાર, કૈલાશ માનસરોવર યાત્રા, બન્ને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ જેવા મુદ્દા પર ચર્ચા થઇ હતી.
આતંકવાદ વિરૂદ્ધ ભારતને મોટી જીત મળી છે. શાંઘાઇ સહયોગ સંગઠન (SCO)એ નિવેદનમાં પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી છે. પીએમ મોદીની સાથે તમામ દેશ એકસાથે આવ્યા છે. ડિકલેરેશનમાં 22 એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું કે આવા હુમલાના દોષિતો, આયોજકો અને પ્રાયજકોને ન્યાય કઠેડામાં લાવવા જોઇએ.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, “હું અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પોતાની અલાસ્કા બેઠકનું વિવરણ દ્વિપક્ષીય બેઠક દરમિયાન નેતાઓને જણાવીશ. હું મોસ્કોના આ વલણને રીપિટ કરૂ છું કે યૂક્રેનમાં સંકટ કોઇ આક્રમણને કારણે નથી પણ યૂક્રેનના પશ્ચિમી સહયોગીઓ દ્વારા સમર્થિત કીવમાં સત્તા પરિવર્તનના પરિણામસ્વરૂપ ઉભુ થયું છે. અમેરિકન રાષ્ટ્રપતિ સાથે અલાસ્કા શિખર સમ્મેલનમાં બનેલી સહમતિ યૂક્રેનમાં શાંતિનો માર્ગ મોકળો કરે છે.
PM મોદી અને પુતિન વચ્ચે થશે દ્વિપક્ષીય વાર્તા
SCO સમિટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક જ કારમાં જોવા મળ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે. બન્ને નેતા એવા સમયમાં મળી રહ્યા છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ભારત પર રશિયન તેલ ખરીદવાને લઇને દબાણ બનાવવામાં આવી રહ્યું છે. PM મોદીએ કારમાં મુસાફરીની તસવીર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ શેર કરી છે.