સુરતમાં બંદૂકની અણીએ SBI બેંકમાં લૂંટ, 4 શખ્સો કર્મચારીઓને બંધક બનાવી 50 લાખ લઈને છૂમંતર

સુરતના વરાછા વિસ્તારમાં પોલીસના ગાલ પર તમાચો મારતી ઘટના સામે આવી છે. આજે સોમવારે ધોળાદિવસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા.

કર્મચારીઓને ધાક ધમકી આપી 50 લાખની લૂંટ

પ્રાથમિક માહિતી મુજબ બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે બેન્કમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેમણે ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી. જે બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 

સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક બેન્કે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લૂંટારુઓની ઓળખ કરી તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુરતના વરાછા વિસ્તારમાં આજે દિવસદહાડે મોટી લૂંટની ઘટના: https://www.instagram.com/reel/DXodAeWjZ5W/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: દેશમાં પ્રચંડ ગરમીથી બચવા માટે આવી કેન્દ્ર સરકારની એડવાઈઝરી, જાણો શું કહેવાયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *